ક્રાઇમ@અમદાવાદ: યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી, તપાસ શરૂ 

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે વહેલી સવારે અમદાવાદમાંથી એક યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પ્રાથમિક તપાસમાં મૃતક યુવક જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે તેની કોઇની સાથે ઝપાઝપી થઇ હોવાના પુરાવા હાથ લાગ્યા છે. જે બાદ પોલીસે અનેક
 
ક્રાઇમ@અમદાવાદ: યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી, તપાસ શરૂ 
અટલ સમાચાર,ડેસ્ક
કોરોના મહામારી વચ્ચે વહેલી સવારે અમદાવાદમાંથી એક યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પ્રાથમિક તપાસમાં મૃતક યુવક જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે તેની કોઇની સાથે ઝપાઝપી થઇ હોવાના પુરાવા હાથ લાગ્યા છે. જે બાદ પોલીસે અનેક શંકાસ્પદોની અટકાયત કરી અને સીસીટીવી કેમેરા આધારે તપાસ હાથ ધરી છે.
અમદાવાદના બાપુનગર ખાતે પોતાની બહેનના ઘરે રહેતાં મૂળ ઉત્તરપ્રદેશના 36 વર્ષીય રામલખનસિંહની તીક્ષ્ણ હથિયારના ઘા મારેલી હાલતમાં લાશ સવારે મેમ્કો બ્રિજ નીચેથી મળી આવી હતી. મૃતક ઘણા મહિનાઓથી તેની બહેનના ઘરે આવ્યો હતો તેમજ તેની માનસિક બીમારીની દવા ચાલી રહી હતી. યુવક રાત્રે ઘરેથી બહાર નીકળ્યો હતો અને ત્યાર બાદ વહેલી સવારે તેની લાશ મળી હતી. સમગ્ર બાબતે પોલીસે અનેક લોકોની અટકાયત કરી તેમાંથી શંકાસ્પદ લાગતા લોકોની પૂછપરછ શરૂ કરી છે.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મેમકો બ્રિજ નીચે અવારનવાર થતી લૂંટનાં પગલે વહેલી પરોઢીયે મંદિરની બહાર યુવકની લૂંટના ઇરાદે જ હત્યા કરવામાં આવી હોવાનું લોકો માની રહ્યા છે. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આ કેસમાં તપાસ કરી તો મૃતક અહીં આવ્યો ત્યારે તેની કોઈ સાથે ઝપાઝપી થઈ હોવાના પુરાવા હાથ લાગ્યા છે. અહીં પડેલો બ્લોક પણ તેને વાગ્યો હતો. પણ બાદમાં ઝપાઝપી ચાલુ રહેતા શખ્સોએ હથિયાર ના ઘા મારી હત્યા કરી હોવાનું પોલીસ ક્રાઇમ સીન પરથી માની રહી છે.