ક્રાઇમ@બાયડ: અદાવતમાં મહિલાની કારને ટક્કર મારી, સદનસીબે જાનહાનિ ટળી, 6 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, બાયડ બાયડ તાલુકાના સાંઠબા ગામે અંગત અદાવતને લઇ ઇસમોએ બે બહેનોની કારને ટક્કર મારી હતી. જોકે ડ્રાઇવરે સમય સુચકતાં વાપરી કાર પર કાબૂ મેળવી લેતાં મોટી દુર્ઘટના ઘટતાં બચી ગઇ છે. આ તરફ કારનું ડાબી બાજું ટાયર પણ ફાટી ગયુ હતુ. જે બાદમાં ફરીયાદી મહિલાએ તેમના પતિને જાણ કરતાં પતિએ પોલીસને
 
ક્રાઇમ@બાયડ: અદાવતમાં મહિલાની કારને ટક્કર મારી, સદનસીબે જાનહાનિ ટળી, 6 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, બાયડ

બાયડ તાલુકાના સાંઠબા ગામે અંગત અદાવતને લઇ ઇસમોએ બે બહેનોની કારને ટક્કર મારી હતી. જોકે ડ્રાઇવરે સમય સુચકતાં વાપરી કાર પર કાબૂ મેળવી લેતાં મોટી દુર્ઘટના ઘટતાં બચી ગઇ છે. આ તરફ કારનું ડાબી બાજું ટાયર પણ ફાટી ગયુ હતુ. જે બાદમાં ફરીયાદી મહિલાએ તેમના પતિને જાણ કરતાં પતિએ પોલીસને જાણ કરી હતી. આ તરફ પોલીસે ઘટનાસ્થળે દોડી આવ્યા બાદ મહિલાએ કુલ 6 લોકો સામે સાંઠબા પોલીસ મથકે ફરીયાદ દાખલ કરાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના સાઠંબા પાસે ગઇકાલે અંગત અદાવતમાં 6 ઇસમે એક કારને ટક્કર મારી હતી. વિગત મુજબ વર્ષાબેન દિનેશભાઇ વાળંદે તાજેતરમાં જ સ્થાનિક ઇસમો સામે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો અનુસંધાને ફરીયાદ નોંધાવી છે. જેનું મનદુ:ખ રાખી આ ઇસમોએ ગઇકાલે વર્ષાબેન સાઠંબા પોતાના ફોઇની ખબર પુછી પોતાની જમીન જોઇને પરત ફરતાં હોઇ તેમની કારને ટક્કર મારી હતી. જોકે ડ્રાઇવરે સમય સુચકતાં વાપરતાં તમામનો બચાવ થયો તો કારનું એક ટાયર ફુટી ગયુ હતુ.

ક્રાઇમ@બાયડ: અદાવતમાં મહિલાની કારને ટક્કર મારી, સદનસીબે જાનહાનિ ટળી, 6 વિરૂધ્ધ FIR

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અગાઉની ફરીયાદ બાબતે મનદુ:ખ રાખી ઇસમોએ ફરીયાદી બેનની કારને ટક્કર મારતાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે. ગઇકાલે બપોરના સમયે વર્ષાબેન પોતાની મોટી બેન ગીતાબેન સાથે સાંઠબા ગયા હતા. આ દરમ્યાન પટેલના મુવાડા ગામના બાબુભાઇ સોમાભાઇ વાળંદ, સુખદેવભાઇ બાબુભાઇ વાળંદ, ધીરજભાઇ છગનભાઇ વાળંદ, શનાભાઇ કોદરભાઇ પટેલ, રૂપનગર ધરમડીવાંઠાના રાજેશભાઇ કાંતીભાઇ વાળંદ અને ગાડીના ચાલક જેનું નામ નથી ખબર તેમને વર્ષાબેનની કારને ટક્કર મારતાં કારના દરવાજાને ગોબો પડી ગયો હતો.

ક્રાઇમ@બાયડ: અદાવતમાં મહિલાની કારને ટક્કર મારી, સદનસીબે જાનહાનિ ટળી, 6 વિરૂધ્ધ FIR

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અન્ય કારની ટક્કરથી પથ્થર વાગતાં ફરીયાદીની કારનું પાછળનું ટાયર પણ ફુટી ગયુ હોઇ ગભરાયેલા વર્ષાબેન સહિતના જેમતેમ કરી ઉભરાણ બસસ્ટેન્ડે પહોંચી તેમના પતિને ફોન કરી વાત કરી તેમના પતિએ પોલીસને જાણ કરી હતી. જેને લઇ પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જતાં ટાયર બદલાવી તેમના પતિ સાથે વર્ષાબેન પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતા. જ્યાં તેમણે 6 લોકોના નામજોગ આઇપીસી 279, 143, 427, 336 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ@બાયડ: અદાવતમાં મહિલાની કારને ટક્કર મારી, સદનસીબે જાનહાનિ ટળી, 6 વિરૂધ્ધ FIR
જાહેરાત