ક્રાઇમ@ડીસા: બનાસ નદીના પટમાં 2 કિશોરી સાથે દુષ્કર્મથી ખળભળાટ

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) ડીસા તાલુકાના ગામે બે સગી બહેનો ઉપર બે ઇસમોએ દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. મિત્રને મળવા ગયેલી કિશોરી અને તેની નાની બહેન સાથે બનેલી ઘટનાથી લઇ હેબતાઇ ગયેલી કિશોરીએ પરિવારજનોને જાણ કર્યા બાદ સતીષ દરબાર અને અજમલસિંહ દરબાર સામે પોલીસ ફરીયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે તપાસ
 
ક્રાઇમ@ડીસા: બનાસ નદીના પટમાં 2 કિશોરી સાથે દુષ્કર્મથી ખળભળાટ

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસા તાલુકાના ગામે બે સગી બહેનો ઉપર બે ઇસમોએ દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. મિત્રને મળવા ગયેલી કિશોરી અને તેની નાની બહેન સાથે બનેલી ઘટનાથી લઇ હેબતાઇ ગયેલી કિશોરીએ પરિવારજનોને જાણ કર્યા બાદ સતીષ દરબાર અને અજમલસિંહ દરબાર સામે પોલીસ ફરીયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ગામે બે સગી બહેનો ઉપર બળાત્કારની ઘટના સામે આવી છે. ફરિયાદી કિશોરી(ઉ.વ.16)ને સતીષ દરબાર સાથે મિત્રતા હોઇ તેઓ અવાર-નવાર રૂબરૂ તથા ફોન ઉપર વાતચીત કરતા હતા. આ દરમ્યાન આરોપી સતીષ દરબારે કિશોરીને મળવા બનાસ નદીના પટમાં બોલાવી હતી. જેથી રાત્રીનો સમય હોઇ કિશોરી પોતાની નાની બહેન(ઉ.વ.14)ને લઇને મળવા ગઇ હતી.

કિશોરીએ ફરીયાદમાં લખાવેલ હકીકત મુજબ, આરોપી સતીષ દરબાર સાથે તેનો મિત્ર અજમલસિંહ દરબાર પણ  ત્યાં હાજર હતા. સતીષે કિશોરીને કહ્યુ હતુ કે, તારી બહેને મારા મિત્રને રાજી કરવો પડશે. જેથી બંને બહેનો ભાગવા જતાં સતીષ અને અજમલે બંને સગીર બહેનોને પકડી બળજબરીથી બળાત્કાર કર્યો હતો. આ સાથે આ વાત કોઇને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા બાદ કિશોરીઓ હેબતાઇ ગઇ હતી.