ક્રાઇમ@ડીસા: યુવતિનું તેના જ મંગેતરે છરીની અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ડીસા પંથકની યુવતિનું તેના મંગેતરે છરીની અણીએ અપહરણ કરી તેની સાથે અવાર-નવાર મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. પંથકના એક ગામની યુવતિની સગાઇ સાટા પેટે પેછડાળ મુકામે કર્યા બાદ 6 મહિના બાદ લગ્ન કરવાનું નક્કી થયુ હતુ. જે બાદમાં યુવતિના પિતાએ લગ્નનું કહેતાં તારીખ નહીં આપી ઇસમે કહેલ
 
ક્રાઇમ@ડીસા: યુવતિનું તેના જ મંગેતરે છરીની અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ડીસા પંથકની યુવતિનું તેના મંગેતરે છરીની અણીએ અપહરણ કરી તેની સાથે અવાર-નવાર મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. પંથકના એક ગામની યુવતિની સગાઇ સાટા પેટે પેછડાળ મુકામે કર્યા બાદ 6 મહિના બાદ લગ્ન કરવાનું નક્કી થયુ હતુ. જે બાદમાં યુવતિના પિતાએ લગ્નનું કહેતાં તારીખ નહીં આપી ઇસમે કહેલ કે, તમે સગાઇ તોડી નાખશો તો હું તમારી દીકરીને લઇ જઇને બળાત્કાર કરીશ અને તેને સમાજમાં બદનામ કરી દઇશ. આ તરફ ઇસમે છરીની અણીએ યુવતિનું અપહરણ કરી ગોંધી રાખી તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યાની ફરીયાદ નોંધાતાં ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના એક ગામની યુવતિનું તેના મંગેતરે જ અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. પંથકના એક ગામની યુવતિની સગાઇ ડીસા તાલુકાના પેછડાળ મુકામે રહેતાં ડાહ્યાભાઇ દેવરાજભાઇ ચૌધરી સાથે કરવામાં આવી હતી. આ સાથે સાટામાં તેમના ભાઇની સગાઇ ભગવાનભાઇ ચૌધરીની દીકરી લીલાબેન સાથે કરવામાં આવી હતી. આ તરફ 6 મહિના સુધી લગ્નની તારીખો નહીં આપતાં યુવતિના પરિવારે ભગવાનભાઇને કરી હતી. આ સાથે તમારે લગ્ન ન કરવા હોય તો અમારે સગાઇ રાખવી નથી અને તોડી નાંખવી છે તેવી વાત કરતાં ડાહ્યાભાઇએ કહેલ કે, તમે સગાઇ તોડશો તો હું તમારી દીકરીને લઇ જઇને બળાત્કાર કરી સમાજમાં બદનામ કરી નાંખીશ.

ક્રાઇમ@ડીસા: યુવતિનું તેના જ મંગેતરે છરીની અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તા.25 જાન્યુઆરી 2021ના રોજ યુવતિ પોતાના ગામેથી ઝેરડા કપડાની ખરીદી કરવા નીકળી હતી. જ્યાં પેછડાળ ત્રણ રસ્તા પાસે ડાહ્યાભાઇ ચૌધરીએ બાઇક લઇ આવી છરીની અણીએ તેનું અપહરણ કર્યુ હતુ. જે બાદમાં ખીંમત મુકામે એરંડા અને રાયડાની મિલમાં લઇ જઇ 3 દિવસ સુધી ત્યાં મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. આ સાથે ઇસમે પોતાના ઘરે લઇ ગયા બાદ ત્યાં પણ મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરીયાદ નોંધાતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ યુવતિએ ઇસમ સામે ડીસા રૂરલ પોલીસે મથકે આઇપીસી કલમ 376, 506(2), 365 મુજબ ગુનો નોંધાવતાં વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીનું નામ

  • ડાહ્યાભાઇ દેવરાજભાઇ ચૌધરી, ગામ-પેછડાળ, તા.ડીસા, જી.બનાસકાંઠા