ક્રાઇમ@ધાનેરા: ગાયના સોદા બાદ વધારાના પૈસા માંગી આધેડને માર માર્યો, 2 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ધાનેરા તાલુકાના ગામે સામસામે ગાયનો સોદો થયા બાદ બે ઇસમોને વધારાના પૈસા માંગી આધેડ પર હુમલો કર્યો હતો. જે બાદમાં પોલીસ ફરીયાદ બાદ પણ ફરી એકવાર આધેડ પાસે પૈસાની માંગણી કરી અને ગાળાગાળી કરી હતી. આ સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. ઘટનાને લઇ ધાનેરા પોલીસે
 
ક્રાઇમ@ધાનેરા: ગાયના સોદા બાદ વધારાના પૈસા માંગી આધેડને માર માર્યો, 2 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ધાનેરા તાલુકાના ગામે સામસામે ગાયનો સોદો થયા બાદ બે ઇસમોને વધારાના પૈસા માંગી આધેડ પર હુમલો કર્યો હતો. જે બાદમાં પોલીસ ફરીયાદ બાદ પણ ફરી એકવાર આધેડ પાસે પૈસાની માંગણી કરી અને ગાળાગાળી કરી હતી. આ સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. ઘટનાને લઇ ધાનેરા પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમો મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના એડાલ ગામે અગાઉની બાબતે મનદુ:ખ રાખી આધેડ પર હુમલો થવાની ઘટના સામે આવી હતી. એડાલ ગામના અમરાજી નાઇએ છએક માસ અગાઉ ગામના હરગોવનભાઇ કાપડી પાસેથી એક શંકર ગાય લઇ પોતાની શંકર ગાય તેઓને આપેલ. જે બાદમાં 2 ડીસેમ્બર 2020ના રોજ સવારે હરગોવનભાઇ અને નારણાજી બંને બાઇક લઇ ફરીયાદીના ઘરે આવીને ગાયના સોદાના 5,000 બાકી હોવાનું કહી આપવા કહ્યું હતુ. જેથી ફરીયાદીએ કહેલ કે, આપણે કોઇ પૈસાની વાત નથી થઇ. આપણે ગાયો સામસામે આપવાનો સોદો થયો હતો. જેથી આરોપીઓને તે દિવસે માથાકૂટ કરી ફરીયાદીના પતિને ગડદાપાટુંનો માર માર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફરીયાદીને માર માર્યા બાદ પોલીસ ફરીયાદ નોંધાતાં આરોપીએ જામીન લીધા હતા. આ તરફ ગત તા. 22 જાન્યુઆરી 2021ના રોજ સાંજે આરોપીઓએ ફરીયાદના ઘરે જઇ ગાળાગાળી કરી હતી. આ સાથે જો ગાયના પૈસા નહીં આતે તો તને છોડીશ નહીં અને જાનથી મારી નાંખીશુ તેવી ધમકીઓ આપી હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. ઘટનાને લઇ ભગુબેન અમરાજી ઠાકોરે બે ઇસમો સામે ધાનેરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે બંને સામે આઇપીસી કલમ 323, 294(b), 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ રહ્યાં આરોપીઓના નામ

  1. હરગોવનભાઇ ધુડાજી કાપડી
  2. નારણાજી ધુડાજી કાપડી, ગામ-એડાલ, તા.ધાનેરા, જી.બનાસકાંઠા