ક્રાઇમ@ઇડર: કારનો વિમો ભરવાનું કહી 8,290 પડાવ્યાં, અજાણ્યાં ઇસમ સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર ઇડરમાં કારના વીમાના પૈસા ભરવાનું કહી અજાણ્યાં ઇસમે યુવક પાસેથી રૂ.8,290 ટ્રાન્સફર કરાવી લીધાની ઘટના સામે આવી છે. જેમાં ગત દિવસોએ સ્થાનિક યુવકને કારનો વિમો ચાલુ હોઇ અજાણ્યાં ઇસમે તેમને ફોન કર્યો હતો. જે બાદમાં તમારી કારનો વીમો પુરો થઇ ગયો છે જે તમે આજે ભરશો તો ત્રણ હજારનું ડીસ્ટાઉન્ટ
 
ક્રાઇમ@ઇડર: કારનો વિમો ભરવાનું કહી 8,290 પડાવ્યાં, અજાણ્યાં ઇસમ સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર

ઇડરમાં કારના વીમાના પૈસા ભરવાનું કહી અજાણ્યાં ઇસમે યુવક પાસેથી રૂ.8,290 ટ્રાન્સફર કરાવી લીધાની ઘટના સામે આવી છે. જેમાં ગત દિવસોએ સ્થાનિક યુવકને કારનો વિમો ચાલુ હોઇ અજાણ્યાં ઇસમે તેમને ફોન કર્યો હતો. જે બાદમાં તમારી કારનો વીમો પુરો થઇ ગયો છે જે તમે આજે ભરશો તો ત્રણ હજારનું ડીસ્ટાઉન્ટ મળશે તેવી વાત કરી હતી. જેથી ફરીયાદીએ પોતાની પત્નિના એકાઉન્ટમાંથી 8,290 ગુગલ પે થી ટ્રાન્સફર કરી નવી પોલીસી મેળવી હતી. જે બાદમાં કંપનીમાં તપાસ કરતાં પોલીસી નંબર ખોટો હોવાનું સામે આવતાં અજાણ્યાં ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના સાબલવાડ ગામના જીગરભાઇ રાજુભાઇ પટેલ હાલ ઇડરમાં રહે છે. ગત તા.15-02-2021ના રોજ તેમના પણ એક અજાણ્યાં ઇસમનો ફોન આવતાં તેને કહેલ કે, હું ઇફ્કો ટોકીયો કંપનીનો એજન્ટ બોલુ છે. તમારી કારની ઇન્સ્યોરન્સ વિમો આજે પુરો થતો હોઇ રીન્યુ કરાવો તો તમને ત્રણ હજાર નું ડીસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. જેથી ફરીયાદીએ પોતાની પત્નિના ખાતામાંથી 8,290 ઇસમના ગુગલ પે માં ટ્રાન્સફર કર્યા હતા.

ક્રાઇમ@ઇડર: કારનો વિમો ભરવાનું કહી 8,290 પડાવ્યાં, અજાણ્યાં ઇસમ સામે ગુનો દાખલ
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આરોપી ઇસમે ફરીયાદીને પોલીસીની નકલ પણ વોટ્સએપ કરી હતી. જે બાદમાં ફરીયાદીએ તેની ખરાઇ કરવા ઇક્ફો ટોકીયો કંપનીમાં મેઇલ કરતાં કંપની તરફની મેઇલના રીપ્લાયમાં પોલીસી નંબર ખોટો હોવાનું સામે આવ્યુ હતુ. જેને લઇ ફરીયાદીએ ચોંકી જઇ અજાણ્યાં ઇસમ સામે ઓનલાઇન સાયબર ક્રાઇમમાં અરજી આપી હતી. જે બાદમાં ઇડર પોલીસ મથકે અજાણ્યાં ઇસમ સામે આઇપીસી 406, 420 અને આઇટી એક્ટની કલમ 66-C, 66-D મુજબ ગુનો નોંધાવ્યો છે.