ક્રાઈમઃ રાજપુર નજીક એક્ટીવા સ્લીપ થતાં મોત, મહેસાણાના ગીલોસણમાંથી એક્ટીવા ચોરી

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા તાલુકા પોલીસ મથકેથી મળી રહેલ માહિતી મુજબ ગીલોસણ ગામે સધીમાતાના મંદિરની બહાર પાર્ક કરેલ એક્ટીવા ચોરાઈ જવા પામ્યું છે. એક્ટીવાના માલિકની ઘણી શોધખોળ બાદ પણ ટુવ્હીલર મળી આવ્યું ન હતું. જેથી ફરિયાદી મકવાણા દિષીત કેશવલાલ એક્ટીવા ચોરી જનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે. જ્યારે અન્ય એક
 
ક્રાઈમઃ રાજપુર નજીક એક્ટીવા સ્લીપ થતાં મોત, મહેસાણાના ગીલોસણમાંથી એક્ટીવા ચોરી

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા તાલુકા પોલીસ મથકેથી મળી રહેલ માહિતી મુજબ ગીલોસણ ગામે સધીમાતાના મંદિરની બહાર પાર્ક કરેલ એક્ટીવા ચોરાઈ જવા પામ્યું છે. એક્ટીવાના માલિકની ઘણી શોધખોળ બાદ પણ ટુવ્હીલર મળી આવ્યું ન હતું. જેથી ફરિયાદી મકવાણા દિષીત કેશવલાલ એક્ટીવા ચોરી જનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.

જ્યારે અન્ય એક અકસ્માતની ઘટનામાં એકનું મોત થયાની ફરિયાદ નંદાસણ પોલીસ મથકમાં નોંધાયેલ છે. એક્ટીવા ચાલક પરીખ આકાશ અમૃતભાઈ રહે.કલોલ, હંસસોસાયટી, જિ.ગાંધીનગરવાળા પોતાનુ જ્યુપીટર એક્ટીવા પર જઈ રહ્યા હતા. એવા સમયે એકાએક મોટરસાયકલ સ્લીપ થઈ જતાં માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેને લઈ તેમનું મોત થવા પામ્યું છે. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.