ક્રાઇમ@ગુજરાત: ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જુગારકાંડમાં 26 આરોપીઓ સામે ગુનો નોંધાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે માતર ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના જુગાર કાંડ મામલામાં તમામ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. જુગારધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધાયો છે. અમદાવાદના હર્ષદ પટેલ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. હર્ષદ પટેલ જામીન બાકી છે, બાકી 26 માંથી 25 આરોપીઓને જામીન મુક્ત કરાયા છે. અટલ
 
ક્રાઇમ@ગુજરાત: ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જુગારકાંડમાં 26 આરોપીઓ સામે ગુનો નોંધાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે માતર ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના જુગાર કાંડ મામલામાં તમામ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. જુગારધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધાયો છે. અમદાવાદના હર્ષદ પટેલ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. હર્ષદ પટેલ જામીન બાકી છે, બાકી 26 માંથી 25 આરોપીઓને જામીન મુક્ત કરાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

માતર ધારાસભ્ય કેસરીસિંહને પણ જામીનમુક્ત કરાયા છે. તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરાયું હતુ. તેના બાદ તેમને જામીન મુક્ત કરાયા હતા. હર્ષદ પટેલના સામાનમાંથી વિદેશી દારૂની 9 બોટલો મળી હોવાથી તેની સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. હાલ સમગ્ર જુગારકાંડની તપાસ પાવાગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઇને સોંપાઈ છે. રિસોર્ટના મેનેજર સામે પણ વોરંટ ઈસ્યુ કરાયું હતું અને સમગ્ર મામલામાં માલિકની સંડોવણી હશે તો તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે. સીસીટીવી ફૂટેજ સહિત તમામ પાસાંઓ સાથે ઝીણવટભરી તપાસની પોલીસે ખાતરી આપી છે.