ક્રાઇમ@હારીજ: દુકાનના રૂમનું હેન્ડલ તોડી તસ્કરો 49,600ના તેલના ડબ્બા ચોરી ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ હારીજમાં એક કરિયાણાની દુકાનમાં હેન્ડલ તોડી પ્રવેશ કરી તેલના ડબ્બાંની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. હારીજ-પાટણ રોડ પર આવેલ કરિયાણાની દુકાનને મંગળવારે રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવી હતી. દુકાનની પાછળની બાજુ આવેલાં રૂમની ખુલ્લી છતમાંથી પ્રવેશ કરી રૂમનું હેન્ડલ તોડી અંદર પ્રવેશી ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે.
 
ક્રાઇમ@હારીજ: દુકાનના રૂમનું હેન્ડલ તોડી તસ્કરો 49,600ના તેલના ડબ્બા ચોરી ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ

હારીજમાં એક કરિયાણાની દુકાનમાં હેન્ડલ તોડી પ્રવેશ કરી તેલના ડબ્બાંની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. હારીજ-પાટણ રોડ પર આવેલ કરિયાણાની દુકાનને મંગળવારે રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવી હતી. દુકાનની પાછળની બાજુ આવેલાં રૂમની ખુલ્લી છતમાંથી પ્રવેશ કરી રૂમનું હેન્ડલ તોડી અંદર પ્રવેશી ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. ચોર તત્વો દુકાનમાંથી તેલના ડબ્બા નંગ-28 કિ.રૂ.49,600ના ઉઠાવી ગયા હોઇ વેપારીએ અજાણ્યાં ઇસમો સામે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજમાં કરિયાણાની દુકાનમાં અજાણ્યાં તસ્કરોએ તેલના ડબ્બાંની ચોરી કરી હોવાની ફરીયાદ નોંધાવી છે. હારીજની અંબિકાનગર સોસાયટી-1 માં રહેતાં ઇસ્માઇલભાઇ મેમણ છેલ્લાં છએક વર્ષથી વેપાર કરે છે. હારીજ-પાટણ રોડ પર આવેલા બોરતવાડા કૃષિ સંઘની દુકાન ભાડે રાખી તેઓ કાતરાવાળા ટ્રેડર્સ નામની કરિયાણાની દુકાન ચલાવે છે. ગઇકાલે સવારે તેઓ દુકાને પહોંચ્યાં ત્યારે ચોરી થયાનું સામે આવતાં તેમને હારીજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

ક્રાઇમ@હારીજ: દુકાનના રૂમનું હેન્ડલ તોડી તસ્કરો 49,600ના તેલના ડબ્બા ચોરી ફરાર

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તસ્કરોએ દુકાનના રૂમમાં પાછળના ભાગેથી ખુલ્લી છતમાંથી પ્રવેશ કરી ચોરી કરી હતી. અજાણ્યાં ચોર ઇસમોએ દુકાનમાંથી તેલના ડબ્બા નંગ-28 જેની કુલ કિ.રૂ.49,600ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ તરફ વેપારીએ હારીજ પોલીસ મથકે અજાણ્યાં ઇસમો સામે ફરીયાદ નોંધાવી છે. હારીજ પોલીસે અજાણ્યાં ઇસમો સામે આઇપીસી કલમ 380, 454, 457, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ@હારીજ: દુકાનના રૂમનું હેન્ડલ તોડી તસ્કરો 49,600ના તેલના ડબ્બા ચોરી ફરાર