ક્રાઇમઃ સાવ સામાન્ય વાતમાં 2 જૂથ વચ્ચે અથડામણ, ગોળીબારમાં પિતા-પુત્રનું મોત

અટલ સમાચાર, ડેસ્ક ઉત્તર પ્રદેશમાં નાની એવી વાતે એવું તો ગંભીર સ્વરૂપ ધારણ કર્યું કે એક પક્ષકાર તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં બે લોકોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના બસોની પોલીસ મથક વિસ્તારનો છે. અહીં શુક્રવારે ગોળીબારમાં પિતા-પુત્રનું મોત થઈ ગયું છે. ધોળાદિવસે બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં
 
ક્રાઇમઃ સાવ સામાન્ય વાતમાં 2 જૂથ વચ્ચે અથડામણ, ગોળીબારમાં પિતા-પુત્રનું મોત

અટલ સમાચાર, ડેસ્ક

ઉત્તર પ્રદેશમાં નાની એવી વાતે એવું તો ગંભીર સ્વરૂપ ધારણ કર્યું કે એક પક્ષકાર તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં બે લોકોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના બસોની પોલીસ મથક વિસ્તારનો છે. અહીં શુક્રવારે ગોળીબારમાં પિતા-પુત્રનું મોત થઈ ગયું છે. ધોળાદિવસે બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભય ફેલાયો હતો. ફાયરિંગની વાત બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન ગોળીબાર કરનાર આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આગ્રાના એસ.પી. પૂર્વી કે વેંકટ અશોકે જણાવ્યું કે, બંને જૂથ વચ્ચે ઝઘડા દરમિયાન ગોળીબાર થયો હતો અને તેમાં પિતા-પુત્રનું મોત થઈ ગયું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે એક ઘરમાંથી તમંચો અને કારતૂસ મળી આવ્યા હતા. એસ.પી.એ જણાવ્યું કે, ઘટનાને અંજામ આપનાર તમામ આરોપી ફરાર થઈ ગયા છે. પોલીસ હાલ તમામને શોધી રહી છે. પિતા-પુત્રની ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વિવાદની શરૂઆત ઘરમાં બકરી ઘૂસી જવા અંગે થયેલી બોલાચાલીથી થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ બંને પક્ષ વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. આ દરમિયાન જેમના ખેતરમાં બકરી ઘૂસી ગઈ હતી તેમણે ગોળી ચલાવી હતી. અચાનક થયેલા ફાયરિંગમાં પિતા-પુત્રને ગોળી વાગી હતી. બંનેને તાત્કાલિક હૉસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ત્યાં સુધી બંનેનું નિધન થઈ ગયું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.