ક્રાઇમ@કડી: ઇલેક્ટ્રોનિક્સ શો-રૂમના AC અને કોપરની પાઇપોને નુકશાન, અજાણ્યાં ઇસમો સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, કડી ઉત્તરાયણના તહેવાર બાદ કડીમાં આવેલ એક ઈલોક્ટ્રોનીક શો-રૂમમાં અજાણ્યાં શખ્સોએ બહાર લગાવેલ આઉટડોર એ.સી. તથા કોપરની પાઈપો તોડી નુકશાન પહોંચાડ્યુ હતુ. શો-રૂમમાં લગાવેલ એસીના આઉટડોર ઈમારતના ધાબા ઉપર લગાવેલ હતા. આ દરમ્યાન ધાબા ઉપર પતંગ આવતા શો-રૂમનો એક કર્મચારી લેવા જતાં તોડફોડની જાણ થઈ હતી. જેમાં અંદાજીત 3.50 લાખનુ નુકશાન
 
ક્રાઇમ@કડી: ઇલેક્ટ્રોનિક્સ શો-રૂમના AC અને કોપરની પાઇપોને નુકશાન, અજાણ્યાં ઇસમો સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, કડી

ઉત્તરાયણના તહેવાર બાદ કડીમાં આવેલ એક ઈલોક્ટ્રોનીક શો-રૂમમાં અજાણ્યાં શખ્સોએ બહાર લગાવેલ આઉટડોર એ.સી. તથા કોપરની પાઈપો તોડી નુકશાન પહોંચાડ્યુ હતુ. શો-રૂમમાં લગાવેલ એસીના આઉટડોર ઈમારતના ધાબા ઉપર લગાવેલ હતા. આ દરમ્યાન ધાબા ઉપર પતંગ આવતા શો-રૂમનો એક કર્મચારી લેવા જતાં તોડફોડની જાણ થઈ હતી. જેમાં અંદાજીત 3.50 લાખનુ નુકશાન થયાં હોવાનુ સામે આવતા અજાણ્યાં ઈસમો વિરૂધ્ધ શો-રૂમ માલિકે કડી પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડી શહેરમાં આવેલ પંચવટી સોસાયટીમાં રહેતાં ઉમંગકુમાર રાવલ શેફાલી સર્કલ પાસે ઉંમગ ઈલેક્ટ્રોનીક્સનો શો-રૂમ ચલાવે છે. જે શો-રૂમમાં લગાવેલ બે લોયડ એસીના આઉટડોર ધાબા ઉપર લગાવેલ હતા. આશરે એક મહિના પહેલાં ધાબા ઉપર ફ્લેક્સની ફ્રેમો લગાવવાની હોઈ તેઓ ધાબા ઉપર ગયા ત્યારે આઉટડોર ઠીક-ઠાક હાલતમાં હતુ. આ દરમ્યાન તા.09-01-2021ના રોજ જ્યારે ધાબા ઉપર પતંગ કપાઈને આવતાં કર્મચારી લેવા જતાં કોઈએ એસી આઉટડોર તથા કોપરની પાઈપો તોડી નાખી નુકશાન પહોચાડ્યું હોવાનું સામે આવ્યુ હતુ.

ક્રાઇમ@કડી: ઇલેક્ટ્રોનિક્સ શો-રૂમના AC અને કોપરની પાઇપોને નુકશાન, અજાણ્યાં ઇસમો સામે FIR
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઘટનાને લઇ ઉમંગકુમારે આ મામલાની જાણ ઈફ્કો ટોક્યો વીમાં કંપનીને કરાતા તેઓ સર્વે કરી ગયા હતા. જોકે હજુ સુધી રીપોર્ટ આવ્યો ન હોઇ નુકશાનનો ચોક્કસ આંકડો સામે આવ્યો છે. સમગ્ર મામલે લોયડ કંપનીના 2 ટનના 2 એસીને તથા કોપરની પાઈપોની તોડફોડ કરી આશરે 3.50 લાખનુ નુકશાન થતાં પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી. જેને લઇ કડી પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ આઈપીસી કલમ 427 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.