ક્રાઇમ@કડી: કંપનીના યુનિટમાંથી તાંબાની પ્લેટો સહિત 2.75 લાખની ચોરી, અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, કડી કડી તાલુકાના ગામે આવે કંપનીના યુનિટમાંથી તાંબાની પ્લેટો સહિત કુલ 2.75 લાખના મુદ્દામાલની ચોરીની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. વિગતો મુજબ તાલુકાના ગામ નજીક કંપનીના યુનિટમાંથી શુક્રવારની સાંજથી શનિવારે સવાર સુધીમાં અજાણ્યાં ઇસમોએ પ્રવેશ કરી ચોરીને અજાંમ આપ્યો હતો. જે બાબતની જાણ થતાં વેપારીએ તપાસ કર્યા બાદ 2.75
 
ક્રાઇમ@કડી: કંપનીના યુનિટમાંથી તાંબાની પ્લેટો સહિત 2.75 લાખની ચોરી, અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, કડી

કડી તાલુકાના ગામે આવે કંપનીના યુનિટમાંથી તાંબાની પ્લેટો સહિત કુલ 2.75 લાખના મુદ્દામાલની ચોરીની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. વિગતો મુજબ તાલુકાના ગામ નજીક કંપનીના યુનિટમાંથી શુક્રવારની સાંજથી શનિવારે સવાર સુધીમાં અજાણ્યાં ઇસમોએ પ્રવેશ કરી ચોરીને અજાંમ આપ્યો હતો. જે બાબતની જાણ થતાં વેપારીએ તપાસ કર્યા બાદ 2.75 લાખની ચોરી થયાનું ખુલ્યુ હતુ. જેથી તેમણે અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ બાવલુ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ડરણ ગામે આવેલ સાંભવી એલોઇઝ કંપનીના યુનિટમાં ચોરીની ઘટના સામે આવી છે. યુનિટના પ્રવેશી અજાણ્યાં ઇસમોએ તિજોરીનું તાળું તોડી અંદરથી કોપરની પટ્ટી 90 કી.ગ્રામ, તાંબાની પ્લેટો 577 કિ.ગ્રા જેની કિ.રૂ.2,30,800, કેબલ વાયર કિ.રૂ.25,000, ટેમ્પ્રેચર પાઇપ કિ.રૂ.20,000 મળી કુલ કિ.રૂ.2,75,800ના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટ્યા હતા. સમગ્ર મામલે વેપારીએ નરેન્દ્રભાઇ પટેલે અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ બાવલુ પોલીસ મથકે આઇપીસી કલમ 457, 380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.