ક્રાઇમ@ખેડબ્રહ્મા: ઝાડ કાપવાની બાબતે મારામારી, સામસામે ફરીયાદમાં 9 આરોપી બન્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા તાલુકામાં ઝાડ કાપવાની વાતને લઇ બે પરીવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. ગઇકાલ સાંજના સમયે ઝાડ કાપવાની બાબતમાં પ્રથમ બોલાચાલી બાદ સામસામે કુહાડી, ધારીયું, લાકડી અને પાવડા જેવા હથીયારોથી મારમારવાની ઘટના બની હતી. જે બાદમાં એકબીજાની વિરુધ્ધમાં સામસામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે ખેડબ્રહ્મા પોલીસે કુલ 9
 
ક્રાઇમ@ખેડબ્રહ્મા: ઝાડ કાપવાની બાબતે મારામારી, સામસામે ફરીયાદમાં 9 આરોપી બન્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા તાલુકામાં ઝાડ કાપવાની વાતને લઇ બે પરીવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. ગઇકાલ સાંજના સમયે ઝાડ કાપવાની બાબતમાં પ્રથમ બોલાચાલી બાદ સામસામે કુહાડી, ધારીયું, લાકડી અને પાવડા જેવા હથીયારોથી મારમારવાની ઘટના બની હતી. જે બાદમાં એકબીજાની વિરુધ્ધમાં સામસામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે ખેડબ્રહ્મા પોલીસે કુલ 9 ઇસમો સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ક્રાઇમ@ખેડબ્રહ્મા: ઝાડ કાપવાની બાબતે મારામારી, સામસામે ફરીયાદમાં 9 આરોપી બન્યાં

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગામે ઝાડ કાપવાની બાબતે મારામારીની ઘટનામાં સામસામે ફરીયાદ નોંધાઇ છે. ખેડબ્રહ્માના કરૂંદા ગામે રહેતા જસંવતભાઇ મનસુખભાઇ વણઝારાએ નોંધાવેલી ફરીયાદ અનુસાર ગઇકાલ સાંજે તેઓ પોતાના ઘરે હાજર હતા. તેમનો પુત્ર નિર્મલ ધારીયાથી ઝાડ કાપતો હતો, આ દરમ્યાન બાજુના ખેતરમાંથી લેલાબેન નામના ઇસમ લોખંડની પાઇપ લઇને આવી અમારા ખેતરમાંથી કેમ ઝાડ કાપો છો એવું કહી ગાળાગાળી કરવા લાગેલ અને ગાળો બોલવાની ના પાડતા ઉશકરાયેલા ઇસમોએ ગળદાપાટુ તેમજ હથીયારોથી ફરીયાદી અને તેમના બે દિકરા તથા ગીરીશભાઇ નામના વ્યક્તિને ઇજા પોંહચાડી હતી. ત્યારબાદ તેમને ખેડબ્રહ્મા સીવીલ હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર મામલે જસંવતભાઇ વણઝારાએ કુલ 5 ઇસમો સામે આઇપીસી કલમ 323, 324, 337, 504, 143, 147, 148,149 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધવતા ખેડબ્રહ્મા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ@ખેડબ્રહ્મા: ઝાડ કાપવાની બાબતે મારામારી, સામસામે ફરીયાદમાં 9 આરોપી બન્યાં

આ તરફ સામાપક્ષે ફરીયાદી નટવરભાઇ ધુળાભાઇ વણઝારાએ નોંધાવેલી ફરીયાદ મુજબ તેઓ ગઇકાલ સાંજના સમયે તેમના ખેતરમાં હાજર હતા. આ દરમ્યાન તેમના બાજુમાં આવેલ ઘરમાં જસંવતભાઇ વણઝારાનો પુત્રને અમારા ખેતરમાં આવેલ ઝાડ કેમ કાપો છો, આથી તેમનું ઉપરાણું લઇને તેના પિતા ગાળાગાળી કરીને ઝગડો કરવા લાગેલ. ફરીયાદીના ભાઇ તથા તેમના પિતા અમારી સાથે ઝગડો કેમ કરો છો એવુ કહેવા જતા દિનેશભાઇ તથા ગીરીશભાઇ ઉશ્કેરાઇ જઇને લોખંડની પાઇપ, કુહાડી અને ધારીયાથી મારામારી કરતા ફરીયાદીને તથા તેમના ભાઇ અને પિતાને ઇજા પોંહચાડી હતી. ત્યારબાદ તેમને ખેડબ્રહ્મા સીવીલ હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર મામલે નટવરભાઇ ધુળાભાઇ વણઝારાએ કુલ 4 ઇસમો સામે આઇપીસી કલમ 323, 324, 504, 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધવતા ખેડબ્રહ્મા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.