ક્રાઇમ@કચ્છ: રાજ્યમંત્રીના ગામમાં જુથ અથડામણ, હોટેલમાં મારામારીનો વીડિયો વાયરલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે કચ્છના રતનાલમાં કોઇ બાબતે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. જેમાં બે વ્યક્તિ બહારથી આવીને બીજા વ્યક્તિને મન ફાવે તેમ મારવા મંડે છે. આ ઘટના કચ્છના રતનાલ ગામના હોટેલની છે. જેમાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ હોટલમાં
 
ક્રાઇમ@કચ્છ: રાજ્યમંત્રીના ગામમાં જુથ અથડામણ, હોટેલમાં મારામારીનો વીડિયો વાયરલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે કચ્છના રતનાલમાં કોઇ બાબતે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. જેમાં બે વ્યક્તિ બહારથી આવીને બીજા વ્યક્તિને મન ફાવે તેમ મારવા મંડે છે. આ ઘટના કચ્છના રતનાલ ગામના હોટેલની છે. જેમાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ હોટલમાં એકદમ ગંભીર વાતાવરણ થઈ ગયું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છના રતનાલમાં આવેલ એક હોટલમાં મારામારીની ઘટના સામે આવી છે. કોઇ બાબતે બોલાચાલી થતાં મામલો વધુ બીચકાયો અને બંને જુથ વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. થોડી બોલાચાલી બાદ હોટલમાં ઉપસ્થિત બધા જ લોકો એક બીજા સાથે ઝઘડવા લાગ્યા હતા. આ સાથે લાકડી લઈને શખ્સ પર વાર કરવા લાગ્યા હતા. જોકે કેટલા લોકોએ છોડાવવા છતાં એક શખ્સને બધા લોકો છોડતા નહોતા અને મહામહેનતે બધાને અલગ કરી મામલો થાળે પાડ્યો હતો. રાજયમંત્રી વાસણભાઈ આહીરના ગામ રતનાલમાં આવી ઘટના બનતા સમગ્ર કચ્છમાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો