ક્રાઇમ@મહેસાણા: એક જ કોમના 2 પરિવાર વચ્ચે મારામારી, સામસામે ફરીયાદમાં 6 આરોપી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા તાલુકાના ગામે એક જ કોમના બે પરિવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. જેમાં એક પરિવારની ફરીયાદ મુજબ ફાતીયાના તહેવારની પ્રસારી આપવા આરોપીઓના ઘરે જતાં ઇસમોએ ભેગા મળી ફરીયાદીને માર માર્યો હતો. આ તરફ બીજી ફરીયાદ મુજબ અગાઉની પત્નિ આરોપીના ઘરે આવતી હોઇ કહેવા જતાં ઇસમોએ ભેગા મળી ફરીયાદી
 
ક્રાઇમ@મહેસાણા: એક જ કોમના 2 પરિવાર વચ્ચે મારામારી, સામસામે ફરીયાદમાં 6 આરોપી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા તાલુકાના ગામે એક જ કોમના બે પરિવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. જેમાં એક પરિવારની ફરીયાદ મુજબ ફાતીયાના તહેવારની પ્રસારી આપવા આરોપીઓના ઘરે જતાં ઇસમોએ ભેગા મળી ફરીયાદીને માર માર્યો હતો. આ તરફ બીજી ફરીયાદ મુજબ અગાઉની પત્નિ આરોપીના ઘરે આવતી હોઇ કહેવા જતાં ઇસમોએ ભેગા મળી ફરીયાદી સહીતના ધોકા વડે માર માર્યો હોવાનું લખાવ્યુ છે. ઘટનાને લઇ લાંઘણજ પોલીસે સામસામે ફરીયાદને આધારે કુલ 6 લોકોના નામજોગ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા તાલુકાના મંડાલી ગામે એક જ કોમના બે પરિવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. મંડાલીમાં રહેતાં કૌસરબાનુ કુરેશીએ ફાતીયાનો તહેવાર હોઇ ઘરે ખીર-પુરી બનાવી હતી. કૌસરબાનુના પતિ અલ્લાઉદીને કોઇપણ જાતની જાણ કર્યા વિના અગાઉ સેમનબીબી સાથે લગ્ન કર્યા હતા. આ તરફ કૌસરબાનું ખીર-પુરી આપવા અલ્લાઉદીનના ઘરે જતાં તેમના પતિ અલ્લાઉદીન અને બીજી પત્નિ અમનબીબીએ ગાળાગાળી કરી ઉશ્કેરાઇ વઇ હાથમાં રહેલ ધારીયુ મારવા ગયા હતા. આ તરફ ફરીયાદીના સસરાને ધારીયુ મારતાં તેઓ લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયા હતા. ઘટનાને લઇ કૌસરબાનુએ તેના પતિ અને બીજી પત્નિ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. પોલીસે બંને સામે આઇપીસી 307, 323, 504, 506(2), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ@મહેસાણા: એક જ કોમના 2 પરિવાર વચ્ચે મારામારી, સામસામે ફરીયાદમાં 6 આરોપી

આ તરફ મંડાલીના અલ્લાઉદીન કુરેશીએ નોંધાવેલ ફરીયાદ મુજબ પોતે બીજા લગ્ન કરેલ હોઇ અને તેની પ્રથમ પત્નિ પણ બાજુમાં જ રહેતી હોવાનું લખાવ્યુ છે. ગઇકાલે અલ્લાઉદીનની અગાઉની પત્નિ વારંવાર તેના સસરાના ઘરે આવતી હોઇ તેને કહેવા જતાં મામલો બિચક્યો હતો. જ્યાં ફરીયાદીની પ્રથમ પત્નિ કૌસરબાનુ, ફરીયાદીના પિતા સુલેમાનભાઇ, નાનાભાઇની પત્નિ રજીયાબાનુ અને તેનો પુત્ર અલ્ફાજહુસેન ચારેય ભેગા મળી અલ્લઉદીનને ધોકાથી માર માર્યો હોવાનું લખાવ્યુ છે. ઘટનાને લઇ લાંઘણજ પોલીસે ચારેય સામે આઇપીસી 323, 504, 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ@મહેસાણા: એક જ કોમના 2 પરિવાર વચ્ચે મારામારી, સામસામે ફરીયાદમાં 6 આરોપી