ક્રાઇમ@મહેસાણા: સામાન્ય બાબતે ઇસમોએ 3 વ્યક્તિને માર મારી બાઇકને નુકશાન કર્યુ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોનાકાળ વચ્ચે મહેસાણા તાલુકાના ગામે ઇસમોએ સામાન્ય વાતમાં 3 વ્યક્તિ સાથે મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે ફરીયાદીનો ભાણો બાઇક લઇને તેની સાસરી જવા નિકળ્યો ત્યારે, ગામનો વ્યક્તિ રોંગ સાઇડથી બાઇક લઇ આવતો હોઇ તેને જોઇને ચલાવવાનું કહ્યું હતુ. જેથી આરોપી યુવકે અન્ય બે સાથે મળી ફરીયાદીના ભાણાને
 
ક્રાઇમ@મહેસાણા: સામાન્ય બાબતે ઇસમોએ 3 વ્યક્તિને માર મારી બાઇકને નુકશાન કર્યુ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે મહેસાણા તાલુકાના ગામે ઇસમોએ સામાન્ય વાતમાં 3 વ્યક્તિ સાથે મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે ફરીયાદીનો ભાણો બાઇક લઇને તેની સાસરી જવા નિકળ્યો ત્યારે, ગામનો વ્યક્તિ રોંગ સાઇડથી બાઇક લઇ આવતો હોઇ તેને જોઇને ચલાવવાનું કહ્યું હતુ. જેથી આરોપી યુવકે અન્ય બે સાથે મળી ફરીયાદીના ભાણાને ગડદાપાટુનો માર માર્યો હતો. આ સાથે ફરીયાદીને પાઇપ અને ફરીયાદીના ભાભીને પથ્થર મારતાં તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. આ તરફ જતાં-જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી અને જાતિ વિષયક અપમાનિત કર્યા હોઇ ત્રણ ઇસમો સામે ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ક્રાઇમ@મહેસાણા: સામાન્ય બાબતે ઇસમોએ 3 વ્યક્તિને માર મારી બાઇકને નુકશાન કર્યુ

મહેસાણા તાલુકાના ભાસરીયા ગામે સામાન્ય બાબતે યુવક સહિતનાને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ભાસરીયાના મનસુખભાઇ નાડીયા ગઇકાલે સાંજે ચારેક વાગ્યે ઘરે હતા. આ દરમ્યાન તેમની ફોઇનો ભાણો દીલીપભાઇ મકવાણા દોડતો ઘરે આવેલ અને કહેલ કે, હું બાઇક લઇને મારી સાસરી મોદીપુર જતી વખતે એક બાઇકવાળો રોંગસાઇડથી મારી સામે આવેલો. જેથી મે તેને બાઇક જોઇને ચલાવવાનું કહેતા તે મને જેમતેમ બોલવા લાગેલ. જેને લઇ ફરીયાદી મનસુખભાઇ સહિતના તાત્કાલિક ગામના વડ બાજુ ગયા હતા.

ક્રાઇમ@મહેસાણા: સામાન્ય બાબતે ઇસમોએ 3 વ્યક્તિને માર મારી બાઇકને નુકશાન કર્યુ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફરીયાદી ગામના વડ બાજુ જતાં ગામના ત્રણ ઇસમો ઉભા હોઇ તેમને પુછેલ કે, તમે કેમ મારા ફોઇના દીકરાને બોલો છો ? જેથી ઇસમોએ ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરવા લાગ્યા હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. જે બાદમાં ફરીયાદીને લોખંડની પાઇપ ફટકાર્યા બાદ તેમના ભાણાને ગડદાપાટુંનો માર માર્યો હતો. આ તરફ ફરીયાદીના ભાભી આવી જતાં તેમની પર પણ પથ્થરમાર્યો કર્યો હોવાનુ ફરીયાદમાં લખાવ્યુ છે. જેને લઇ લાંઘણજ પોલીસે આરોપીઓ સામે આઇપીસી 323, 504, 506(2), 427, 337, 114 અનુસુચિત જાતિ અને અનુ.જન.જાતિ પ્રતિબંધ અધિનિયમ કલમ 3(1)(r), 3(1)(s), 3(2)(va) અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. ગુણવંતજી શૈલેષજી ઠાકોર
  2. વિપુલજી શૈલેષજી ઠાકોર
  3. કાળુજી બાબુજી ઠાકોર, તમામ રહે. ગામ-ભાસરીયા, તા.જી.મહેસાણા