ક્રાઇમ@મહેસાણા: બંધ ઘરમાંથી દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર

અટલ સમાચાર, મહેસાણા દિવાળીના તહેવારો બાદ મહેસાણા તાલુકાના ગામે બંધ ઘરમાંથી અજાણ્યાં તસ્કરો સોનાચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. ગત 17 ઓક્ટોબરના રોજ ફરીયાદી પોતાના ગામમાં નવરાત્રીની માંડવીની સ્થાપના કરવા ગયા હતા. જે બાદમાં પોતાના ગામના મકાનમાં જતાં તાળું તુટેલી હાલતમાં જોતાં ચોંકી ઉઠ્યા હતા. જ્યાં ઘરમાં જઇ
 
ક્રાઇમ@મહેસાણા: બંધ ઘરમાંથી દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર

અટલ સમાચાર, મહેસાણા

દિવાળીના તહેવારો બાદ મહેસાણા તાલુકાના ગામે બંધ ઘરમાંથી અજાણ્યાં તસ્કરો સોનાચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. ગત 17 ઓક્ટોબરના રોજ ફરીયાદી પોતાના ગામમાં નવરાત્રીની માંડવીની સ્થાપના કરવા ગયા હતા. જે બાદમાં પોતાના ગામના મકાનમાં જતાં તાળું તુટેલી હાલતમાં જોતાં ચોંકી ઉઠ્યા હતા. જ્યાં ઘરમાં જઇ તપાસ કરતાં તિજોરી પણ તુટેલી હાલતમાં હોઇ અંદર જોતાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ 84,800ની ચોરી થયાનું સામે આવતાં અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા શહેરના ટી.બી.રોડ પરની અયોધ્યાનગર સોસાયટીમાં રહેતાં અને મૂળ દેવરાસણ ગામના શૈલેષકુમાર હરીલાલ પંડ્યાં યજમાનવૃત્તિ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.17 ઓક્ટોબરના રોજ તેઓ પોતાના ગામ દેવરાસણ મુકામે નવરાત્રીની માંડવીની સ્થાપના કરવા ગયા હતા. જ્યાં પટેલ વાસમાં સ્થાપન વિધી કરીને પોતાના ઘરે જતાં દરવાજો ખુલ્લો જોઇ ચોંકી ઉઠ્યા હતા. આ તરફ તેમને ઘરમાં તપાસ કરતાં અંદરથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી થઇ હોવાનું ખુલ્યું હતુ. જોકે 17 તારીખે પોલીસ મથકે અરજી આપ્યા બાદ ફરીયાદી યજમાનવૃત્તિમાં રોકાયેલ હોઇ અને સામાજીક પ્રસંગે બહાર ગયેલ હોવાથી આજે ફરીયાદ નોંધાવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તસ્કરોએ બંધ મકાનમાં હાથફેરો કરી દાગીના સહિત રોકડ રકમ મળી કુલ 84,800ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. ફરીયાદ મુજબ તસ્કરો ઘરમાંથી સોનાનું મંગળસુત્ર, કિ.રૂ.15,000, સોનાનો દોરો, કિ.રૂ.7,500, સોનાની બુટ્ટી, કિ.રૂ.2,500, ચાંદીની શેરો 2 જોડ, કિ.રૂ.800, ચાંદીના રાણીછાપ સિક્કા નંગ-90 કિ.રૂ.9,000, રોકડ રૂપિયા-40,000, ભારે સાડીઓ નંગ-90 કિ.રૂ.9,000નો મુદ્દામાલ ચોરી ગયા હતા. આ તરફ ફરીયાદીએ અજાણ્યા ચોર ઇસમો સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને આઇપીસીની કલમ 457, 380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.