ક્રાઇમ@મોડાસા: પીકઅપ ડાલામાં 2 બળદને મરણતોલ હાલતમાં લઇ જતો ઇસમ ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા મોડાસામાંથી બે બળદોને પીકઅપ ડાલામાં ખીચોખીચ ભરીને લઇ જતાં ઇસમને સ્થાનિક ખેડૂતે ઝડપી પાડ્યો છે. ગઇકાલે સ્થાનિક ખેડૂતને ચોક્કસ બાતમી મળી હતી કે, હજીરા તરફથી એક પીકઅપ ડાલામાં બે બળદોને ખીચોખીચ હાલતમાં ભરી ઇસમ મોડાસાથી પસાર થનાર છે. જેને લઇ ખેડૂતે વોચ ગોઠવી રાત્રે આઠેક વાગ્યે તેને ઝડપી તપાસ કરતાં
 
ક્રાઇમ@મોડાસા: પીકઅપ ડાલામાં 2 બળદને મરણતોલ હાલતમાં લઇ જતો ઇસમ ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસામાંથી બે બળદોને પીકઅપ ડાલામાં ખીચોખીચ ભરીને લઇ જતાં ઇસમને સ્થાનિક ખેડૂતે ઝડપી પાડ્યો છે. ગઇકાલે સ્થાનિક ખેડૂતને ચોક્કસ બાતમી મળી હતી કે, હજીરા તરફથી એક પીકઅપ ડાલામાં બે બળદોને ખીચોખીચ હાલતમાં ભરી ઇસમ મોડાસાથી પસાર થનાર છે. જેને લઇ ખેડૂતે વોચ ગોઠવી રાત્રે આઠેક વાગ્યે તેને ઝડપી તપાસ કરતાં ડાલામાં બે બળદ મરણતોલ હાલતમાં દોરડાથી બાંધેલા હતા. આ સાથે ડાલામાં બળદો માટે પાણી કે ઘાસચારાની પણ વ્યવસ્થા ન કરી હોઇ તેની સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસામાં પીકઅપ ડાલામાં મરણતોલ હાલતમાં બાંધી બે બળદોને લઇ જતો ઇસમ ઝડપાયો છે. મોડાસા તાલુકાના પાલનુપરમાં રહેતાં જયેશભાઇ ભરવાડ ખેતી કરવાની સાથે ગૌરક્ષક તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે તેમને ચોક્કસ વિગત મળેલ કે, હજીરા તરફથી એક બોલેરો પીકઅપ ડાલામાં બળદો ભરી ઇસમ મોડાસા તરફ આવી રહ્યો છે. જેથી વોચ ગોઠવી રાત્રે આઠેક વાગ્યે તેને ઝડપી બળદો ક્યાંથી લાવેલ તે બાબતે પુછતાં કોઇ જવાબ નહીં આપતાં પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પીકઅપ ડાલામાં બે બળદોને મરણતોલ હાલતમાં ઘાસચારા કે પાણીની સગવડ કર્યા વગર લઇ જવામાં આવતાં હતા. જેને લઇ ફરીયાદીએ આરોપી સામે બળદોને કતલખાને લઇ જવાતો હોવાની ફરીયાદ નોંધાવી છે. મોડાસા ટાઉન પોલીસે આરોપી ઇસમ સામે પશુઓની સાચવણી અંગેનો અધિનિયમની કલમ 5, 6, 8, પશુઓ પ્રત્યે ક્રૃરતા પ્રતિબંધ અધિનિયમની કલમ 11(1)(d), 11(1)(e), 11(1)(f), 11(1)(h) અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 192 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલ ઇસમનું નામ

જલાલ શબીર મુલ્તાની, ગામ-મોડાસા (ચાંદટેકરી) જી.અરવલ્લી