ક્રાઇમ@મોડાસા: LCBએ ફિલ્મી સ્ટાઇલે કારનો પીછો કરી 1.51 લાખનો દારૂ ઝડપ્યો, ઇસમ ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા મોડાસા પંથકમાંથી અરવલ્લી LCBએ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. LCBની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન એક શંકાસ્પદ સ્કોર્પિયો કારને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે કારચાલકે ભગાડી મુકતાં એલસીબીએ પણ તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. આ દરમ્યાન અચાનક ચાલક કાર એક ગામના પાટીયા પાસે મુકીને ફરાર થઇ
 
ક્રાઇમ@મોડાસા: LCBએ ફિલ્મી સ્ટાઇલે કારનો પીછો કરી 1.51 લાખનો દારૂ ઝડપ્યો, ઇસમ ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસા પંથકમાંથી અરવલ્લી LCBએ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. LCBની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન એક શંકાસ્પદ સ્કોર્પિયો કારને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે કારચાલકે ભગાડી મુકતાં એલસીબીએ પણ તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. આ દરમ્યાન અચાનક ચાલક કાર એક ગામના પાટીયા પાસે મુકીને ફરાર થઇ ગયો હતો. જેથી ટીમે કારમાં તલાશી લેતાં અંદરથી 1.51 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. જે અનુસંધાને LCB PI આર.કે.પરમારના માર્ગદર્શન હેઠળ ASI સરદારસિંહ, AHC ઇમરાનખાન, AHC પ્રમોદકુમાર સહિતના મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીંટોઇ પાસે પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન એક સફેદ કલરની સ્કોર્પિયો આવતાં તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે ચાલકે કાર ભગાડી મુકતાં LCBએ પણ પીછો કરતાં ઘડીભર હાઇવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

ક્રાઇમ@મોડાસા: LCBએ ફિલ્મી સ્ટાઇલે કારનો પીછો કરી 1.51 લાખનો દારૂ ઝડપ્યો, ઇસમ ફરાર

સૂત્રોએ જણાવ્યું હતુ કે, LCBની ટીમે કારનો પીછો કરતાં દરમ્યાન ગેપ મળતાં ચાલક જીવણપુર પાટીયા પાસે કાર મુકી ભાગી ગયો હતો. જે બાદમાં LCBએ તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂની બોટલો નંગ-252, કિં.રૂ 1,51,200ની મળી આવી હતી. આ સાથે સ્કોર્પિયો કારની કિ.રૂ.7,00,000 મળી કુલ કિ.રૂ.8,51,200 નો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. જેને લઇ ફરાર ઇસમ સામે મોડાસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવવા કવાયત હાથ ધરી હતી.