ક્રાઇમ@મોડાસા: જુગારીઓ સામે પોલીસની તવાઇ, 20,510ના મુદ્દામાલ સાથે ઇસમ ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા મોડાસા તાલુકાના ગામેથી રૂરલ પોલીસે જાહેરમાં જુગાર રમતાં એક ઇસમને ઝડપી પાડ્યો છે. મોડાસા રૂરલ પોલીસની ટીમે બાતમી આધારે ગામમાં તપાસ કરતાં બે ઇસમો સામસામે બેસી જુગાર રમતાં હતા. આ દરમ્યાન પોલીસને જોઇ ઇસમોએ ભાગવાની કોશિષ કરતાં એક ઇસમ નાસી છુટવામાં સફળ રહ્યો હતો. જોકે પોલીસે એક ઇસમને ઝડપી પાડી
 
ક્રાઇમ@મોડાસા: જુગારીઓ સામે પોલીસની તવાઇ, 20,510ના મુદ્દામાલ સાથે ઇસમ ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસા તાલુકાના ગામેથી રૂરલ પોલીસે જાહેરમાં જુગાર રમતાં એક ઇસમને ઝડપી પાડ્યો છે. મોડાસા રૂરલ પોલીસની ટીમે બાતમી આધારે ગામમાં તપાસ કરતાં બે ઇસમો સામસામે બેસી જુગાર રમતાં હતા. આ દરમ્યાન પોલીસને જોઇ ઇસમોએ ભાગવાની કોશિષ કરતાં એક ઇસમ નાસી છુટવામાં સફળ રહ્યો હતો. જોકે પોલીસે એક ઇસમને ઝડપી પાડી રોકડ રકમ, બાઇક સહિત કુલ કિ.રૂ.20,510નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે ઇસમ સામે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના વોરાકંપા ગામેથી જુગારી ઝડપાયો છે. મોડાસા રૂરલ પોલીસના PI પી.ડી.રાઠોડ અને તેમની ટીમે ચોક્કસ બાતમી આધારે ગામમાં રેઇડ કરી હતી. જેમાં ગામથી બહારની ખુલ્લી જગ્યામાં ઝાડ નીચે કેટલાક ઇસમો બેસી ગંજી પાનાનો પૈસાથી હારજીતનો જુગાર રમતાં હતા. આ દરમ્યાન પોલીસે બંન્ને ઇસમોને કોર્ડન કરીને જે તે સ્થિતિમાં પકડવા જતાં એક ઇસમ ભાગી ગયેલ તેમજ એક ઇસમ અસલમ સાબીર વણઝારા(ભટ્ટી) ઉ.વ.30, રહે.સાગાના મુવાડા (અમલઇ) તા.મોડાસા જી.અરવલ્લીવાળાદ ઝડપાઇ ગયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પોલીસે અસલમની પુછપરછ કરતાં ફરાર ઇસમ ઇદરીશભાઇ કાળુભાઇ વણઝારા(ભટ્ટી) રહે.વોરાકંપા(અમલાઇ) તા.મોડાસા જી.અરવલ્લીવાળો હોવાનું ખુલ્યુ હતુ. પોલીસે કાર્યવાહી દરમ્યાન દાવ ઉપરથી મળી આવેલ કુલ રૂ.510 અને મોટર સાયકલ નંગ-01, કિ.રૂ.20,000 મળી કુલ કિ.રૂ.20,510નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે બંને સામે મોડાસા રૂરલ પોલીસ મથકે જુગારધારા કલમ 12 મુજબનો ગુન્હો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.