ક્રાઇમ@પાટણ: વેપારીને રીક્ષામાં બેસાડી છેતરીને થેલામાંથી 62,400 લઇ 4 શખ્સો ફરાર

અટલ સમાચાર, પાટણ કોરોના મહામારી વચ્ચે પાટણ શહેરમાં એક વેપારી પાસેથી બેગમાં મુકેલ રૂ.62,400 રીક્ષામાં બેસેલાં ઇસમોએ છેતરી પડાવ્યા હોવાની ફરીયાદ નોંધાઇ છે. મૂળ બનાસકાંઠા જીલ્લાના અને હાલ પાટણ રહેતાં વેપારી બેંકમાં પૈસા ભરવા ફેક્ટરીથી રૂ. 62,400 એક થેલામાં મુકી બેંકમાં ભરવા નિકળ્યા હતા. આ દરમ્યાન કોઇ વ્હીકલ ન હોવાથી તેમણે રીક્ષાનો સહારો લીધો હતો.
 
ક્રાઇમ@પાટણ: વેપારીને રીક્ષામાં બેસાડી છેતરીને થેલામાંથી 62,400 લઇ 4 શખ્સો ફરાર

અટલ સમાચાર, પાટણ

કોરોના મહામારી વચ્ચે પાટણ શહેરમાં એક વેપારી પાસેથી બેગમાં મુકેલ રૂ.62,400 રીક્ષામાં બેસેલાં ઇસમોએ છેતરી પડાવ્યા હોવાની ફરીયાદ નોંધાઇ છે. મૂળ બનાસકાંઠા જીલ્લાના અને હાલ પાટણ રહેતાં વેપારી બેંકમાં પૈસા ભરવા ફેક્ટરીથી રૂ. 62,400 એક થેલામાં મુકી બેંકમાં ભરવા નિકળ્યા હતા. આ દરમ્યાન કોઇ વ્હીકલ ન હોવાથી તેમણે રીક્ષાનો સહારો લીધો હતો. આ તરફ થોડાક દૂર જતાં ચાલકે રીક્ષામાં પંચર હોવાનું કહી તેમને નીચે ઉતારી ભાડું લીધુ હતુ. આ દરમ્યાન વેપારીએ બેંકમાં જઇ થેલામાં તપાસ કરતાં પૈસા નહીં મળતાં રીક્ષા ચાલક અને સહિત કુલ ચાર લોકો સામે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ શહેરના ડોક્ટર હાઉસની બાજુમાં આવેલ અમરનાથ ડુપ્લેક્ષમાં રહેતાં કરશનભાઇ હીરાભાઇ ચૌધરી સાથે રીક્ષા ચાલક અને ત્રણ ઇસમોએ મળી છેતરીને થેલામાંથી રૂ.62,400 પડાવ્યા હોવાની ફરીયાદ નોંધાઇ છે. ગઇકાલે સવારે સાડા દસેક વાગે તેઓ ફેક્ટરી ઉપરથી પાટણ ઇન્ડીયન ઓવરસીસ બેંકમાં પૈસા ભરવા માટે કુલ રૂ.62,400 થેલામાં મુકી નિકળ્યા હતા. આ દરમ્યાન તેમની પાસે કોઇ વાહન ન હોઇ પાટણ લીલીવાડી પાસે વાહનની રાહ જોતા હતા. આ દરમ્યાન એક રીક્ષામાં અગાઉથી ચાલક સાથે ચાર માણસો બેઠેલ હતા. જે રીક્ષા ઉભી રહેતાં ફરીયાદી તેમાં બેસતાં એક ઇસમે નીચે ઉતરી તેમને વચ્ચે બેસાડ્યા હતા.

આ દરમ્યાન ફરીયાદીની બાજુમાં બેસેલ વ્યક્તિએ કહેલ કે, તમારો પગ લબડે છે તેથી થેલાને રીક્ષામાં સાઇડમાં રખાવી દીધો હતો. આ બાદમાં રીક્ષા પુલ ચડી પુલના બીજા છેડે આવતાં રીક્ષા ચાલકે કહેલ કે, રીક્ષાને પંચર લાગે છે. જેથી પુલના છેડે ફરીયાદીને નીચે ઉતારતાં તેઓ બેગ લઇ નીચે ઉતરી ભાડુ આપતાં ચાલકે ભાડું લેવાની ના પાડી હતી. આ તરફ બેંકમાં જઇ થેલો ચેક કરતાં અંદર પૈસા ન હોવાની ફરીયાદી ચોંકી ગયા હતા. જે બાદમાં તેમણે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા ચાર ઇસમો સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 379, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.