ક્રાઇમ@પ્રાંતિજ: બેંકના કાર્ડ માટે યુવકને ફોન કરી ઓટીપી માંગ્યો, 2.91 લાખની છેતરપિંડી

અટલ સમાચાર ડોટ કોમ, પ્રાંતિજ પ્રાંતિજમાં એક વ્યક્તિને અજાણ્યાં ઇસમે ફોન કરી ઓટીપી માંગીને 2.91 લાખની તેમના એકાઉન્ટમાંથી ખરીદી કર્યાની ફરીયાદ નોંધાઇ છે. વિગતો મુજબ ડ્રાઇવિંગનો ધંધો કરતાં વ્યક્તિએ બેંકનું ઇલાઇટ ક્રેડીટ કાર્ડ બંધ કરાવવા માટે જાણ કર્યા બાદ અજાણ્યાં નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન પર ઇસમે કહ્યું હતુ કે, તમારા મોબાઇલમાં આવેલ
 
ક્રાઇમ@પ્રાંતિજ: બેંકના કાર્ડ માટે યુવકને ફોન કરી ઓટીપી માંગ્યો, 2.91 લાખની છેતરપિંડી

અટલ સમાચાર ડોટ કોમ, પ્રાંતિજ

પ્રાંતિજમાં એક વ્યક્તિને અજાણ્યાં ઇસમે ફોન કરી ઓટીપી માંગીને 2.91 લાખની તેમના એકાઉન્ટમાંથી ખરીદી કર્યાની ફરીયાદ નોંધાઇ છે. વિગતો મુજબ ડ્રાઇવિંગનો ધંધો કરતાં વ્યક્તિએ બેંકનું ઇલાઇટ ક્રેડીટ કાર્ડ બંધ કરાવવા માટે જાણ કર્યા બાદ અજાણ્યાં નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન પર ઇસમે કહ્યું હતુ કે, તમારા મોબાઇલમાં આવેલ ઓટીપી આપશો તો તમારૂ ઇલાઇટ ક્રેડીડ કાર્ડ બંધ થઇ જશે અને તમને સિમ્પલી સેવ કાર્ડ આપવામાં આવશે. જેથી ફરીયાદીએ વિશ્વાસમાં આવી ઓટીપી આપતાં તેમના ખાતામાંથી 2.91 લાખ કપાઇ ગયા હતા. જેને લઇ પ્રાંતિજ પોલીસ મથકે અજાણ્યાં ઇસમ સામે ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજમાં રહેતાં કેતનકુમાર પંડ્યા ડ્રાઇવિંગનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને બેંક ઓફ ઇન્ડિયા તરફથી વીઝા સિગ્નેચર ઇલાઇટ ક્રેડીડ કાર્ડ મળ્યું હોઇ તેમને ભાડું નહીં પોષાતા બંધ કરવા કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. જે બાદમાં એક અજાણ્યાં નંબર પરથી ફોન આવ્યો હતો કે, તમે સિમ્પલી સેવ કાર્ડ મેળવવા રજૂઆત કરેલ છે તેના માટે મોબાઇલમાં ઓટીપી આવશે તે આપો તો તમારા પૈસા રીફન્ડ થઇ જશે. જેથી કેતનકુમારે ઓટીપી આપતાં 2.91 લાખ કપાયા હોવાનો મેસેજ આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કેતનકુમારે ફોન પર અજાણ્યાં ઇસમને પુછ્યું હતુ કે, આ રૂપિયા શેના કપાયા છે ? જેથી ઇસમે કહેલ કે, તમારા નવા સિમ્પલી કાર્ડની લિમીટમાં આવે છે. જે બાદમાં તપાસ કરતાં પોતે છેતરાયાનું ભાન થતાં સાયબર ક્રાઇમમાં અરજી આપી હતી. આ સાથે પ્રાંતિજ પોલીસ મથકે અજાણ્યાં ઇસમ સામે ફરીયાદ નોંધાવી છે. પ્રાંતિજ પોલીસે અજાણ્યાં ઇસમ સામે આઇપીસી 420, 406 અને આઇટી એક્ટની કલમ 66-C, 66-D મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.