ક્રાઇમ@રાજકોટ: 7 વાહનો અને 13.60 લાખના દારૂ સાથે 2 ઇસમો ઝડપાયા

અટલ સમાચાર, રાજકોટ કોરોના ત્રાસ વચ્ચે રાજકોટમાંથી પોલીસે અલગ-અલગ જગ્યાએ રેડ કરી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રાજકોટમાંથી 13.60 લાખનો દારૂ ઝડપી પાડતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દારૂના કટીંગ સમયે રેડ પાડી મોટી માત્રામાં દારૂનો જથ્થો તેમજ વાહનો ઝપડી પાડ્યા છે. સરધાર પાસે હરિપર ગામ પછી આવેલી વિહાભાઈ
 
ક્રાઇમ@રાજકોટ: 7 વાહનો અને 13.60 લાખના દારૂ સાથે 2 ઇસમો ઝડપાયા

અટલ સમાચાર, રાજકોટ

કોરોના ત્રાસ વચ્ચે રાજકોટમાંથી પોલીસે અલગ-અલગ જગ્યાએ રેડ કરી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રાજકોટમાંથી 13.60 લાખનો દારૂ ઝડપી પાડતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દારૂના કટીંગ સમયે રેડ પાડી મોટી માત્રામાં દારૂનો જથ્થો તેમજ વાહનો ઝપડી પાડ્યા છે. સરધાર પાસે હરિપર ગામ પછી આવેલી વિહાભાઈ કુહાડીયાની વાડી પાસેના ખરાબામાં વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે 7 વાહનો અને 13.60 લાખના દારૂ સાથે 31 લાખનો મુદ્દામાલ ઝબ્બે કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટના જિલ્લા પોલીસના નાક નીચે વેચાવા જઈ રહેલો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો કટિંગ થાય ત્યારે જ પોલીસે ખેલ ખલાસ કરી નાખ્યો હતો. ખરાબામાં ટેન્કર ની અંદર ભરેલા દારૂનું કટિંગ થઇ રહ્યું હતું. પોલીસે વિદેશી દારૂની 3400 બોટલો ઝડપી પાડી હતી. પોલીસે 13,60,000ના વિદેશી દારૂ સહિત કુલ 31,10,700નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે રાજસ્થાનના દ્રાઈવર માંગીલાલ વિશ્ર્નોઈ અને ભગભાઈ સોલંકી ની ધરપકડ કરી છે. પોલીસે એક ટેન્કર, ક્વોલિસ કાર, ટાટા સુમો, ઓપટ્રા કાર, ઝેન કાર, બે બાઇક પણ કબ્જે કરવામાં આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને દારૂનો જથ્થો કોને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. આ તરફ દારૂ ભરેલું ટેન્કર રાજસ્થાનથી આવ્યુ હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ છે. આ દારૂના જથ્થામાંથી અલગ-અલગ વાહનોમાં અન્ય બુટલેગરો લેવા આવ્યા હતા. જોકે હવે પોલીસ આ દારૂનો જથ્થો કોને કોને મંગાવ્યો હતો તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.