ક્રાઇમ@રાજકોટ: અમૂલનું બનાવટી ઘી બનાવતાં વેપારીને ત્યાં દરોડા, આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરીને સોનિયા ટ્રેડિંગ નામની દુકાનમાં ચાલતી ભેળસેળનું કૌભાંડ ઝડપી પાડ્યુ હતું. આ દુકાનમાં સનફલાવર તેલમાં પામ ઓઈલને ભેળવવામાં આવતુ હતું તથા ઘીમાં પણ ભેળસેળ કરવામાં આવતી હતી.આ દુકાનમાં અમૂલ ઘીના ડબ્બામાં અન્ય ઘી ભેળસેળ કરવામાં આવતુ હતું. અટલ સમાચાર આપના
 
ક્રાઇમ@રાજકોટ: અમૂલનું બનાવટી ઘી બનાવતાં વેપારીને ત્યાં દરોડા, આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરીને સોનિયા ટ્રેડિંગ નામની દુકાનમાં ચાલતી ભેળસેળનું કૌભાંડ ઝડપી પાડ્યુ હતું. આ દુકાનમાં સનફલાવર તેલમાં પામ ઓઈલને ભેળવવામાં આવતુ હતું તથા ઘીમાં પણ ભેળસેળ કરવામાં આવતી હતી.આ દુકાનમાં અમૂલ ઘીના ડબ્બામાં અન્ય ઘી ભેળસેળ કરવામાં આવતુ હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય વિભાગને આ અંગે માહિતી મળતાં તેમને દુકાન પર દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી. જેમાં આરોગ્ય વિભાગને સનફલાવર તેલના ડબ્બામાં પામ તેલ ભેળવવામાં આવતુ હોવાનું સામે આવ્યુ હતુ. આ સાથે અમૂલ ઘીના ડબ્બામાં બેચ નંબર મેચ થતા ના હોવાની માહિતી સામે આવી હતી. આરોગ્ય વિભાગે દુકાનમાંથી તેલ,ઘીના ડબ્બાના સેમ્પલ લઈને મોટી માત્રામાં તેલ તથા ઘીના ડબ્બાનો જથ્થો સિઝ કરી લીધો હતો. આરોગ્ય વિભાગે આ અંગે સોનિયા ટ્રેડિંગના માલિક પિયુષભાઈ સુમનાણીની પૂછપરછ પણ હાથ ધરી હતી.