ક્રાઇમ@સમીઃ વૃધ્ધના મૃત્યુ બાદ ત્રીજા દિવસે મકાનમાં ત્રાટક્યાં તસ્કરો, દાગીના ચોરી ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, સમી સમી તાલુકાના ગામે વૃધ્ધના મૃત્યુ બાદ ત્રીજા દિવસે બંક મકાનમાં તસ્કરો ત્રાટક્યાં હોવાની ઘટના સામે આવી છે. બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી સોનાના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. જેઓ ઘરમાં તપાસ કરતાં ઘરની તિજોરીમાંથી 99,500ના દાગીનાની ચોરી થયાનું સામે આવ્યુ છે. જેથી પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી
 
ક્રાઇમ@સમીઃ વૃધ્ધના મૃત્યુ બાદ ત્રીજા દિવસે મકાનમાં ત્રાટક્યાં તસ્કરો, દાગીના ચોરી ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, સમી

સમી તાલુકાના ગામે વૃધ્ધના મૃત્યુ બાદ ત્રીજા દિવસે બંક મકાનમાં તસ્કરો ત્રાટક્યાં હોવાની ઘટના સામે આવી છે. બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી સોનાના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. જેઓ ઘરમાં તપાસ કરતાં ઘરની તિજોરીમાંથી 99,500ના દાગીનાની ચોરી થયાનું સામે આવ્યુ છે. જેથી પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સમી તાલુકાના ગોચનાદ ગામમાં ચોરીની ઘટના સામે આવી છે. મુળ ગોચનાદના સીરાજખાન ગોજીખાન બલોચ હાલ કડી તાલુકાના બુડાસણમાં રહે છે. ગત તા.21-04-2021ના રોજ પિતાનુ મૈયત થયુ હોવાથી તેમની અંતિમવિધી અને ઝારત કરવા આવેલ અને ઝારત પતાવી તેઓ પોતાનું ઘરે બુડાસણ જતાં રહ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે ગોચનાદ પરત ફરીને ઘરે જતા તેમને ઘરના દરવાજાનું તાળું તુટેલુ જોઇ અને અંદર જઇ તપાસ કરતાં ચોરી થયાનું ખુલ્યું હતું.

ક્રાઇમ@સમીઃ વૃધ્ધના મૃત્યુ બાદ ત્રીજા દિવસે મકાનમાં ત્રાટક્યાં તસ્કરો, દાગીના ચોરી ફરાર

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાં હોઇ અંદાજે 99,500 દાગીના ચોરી જતાં ચકચાર મચી ગઇ છે. ફરીયાદીએ તપાસ કરતાં તિજોરીમાંથી સોના-ચાંદિના દાગીના ગાયબ હતા અને બધો સામાન-વેરવિખેર પડ્યો છે. અજાણ્યા ચોર તત્વો સોનાની ચાર વીંટી, જુના સોનાના બે જોડ મોટા એરીંગ, જુની સોનાની બે જોડ વાળીયું, જુની સોનાની નાની બુટી, જુની સોનાની બે કાંટી, ચાંદીની પાંચ જોડ ઝાંઝરી, ચાંદીના બે દોરા, ચાંદીની એક લકી, ચાંદીની ચાર વીંટી, ચાંદીની એક બીસ્કીટ મળી કુલ 99,500ની ચોરી કરી નાસી છુટ્યાં હોઇ પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પોલીસે અજાણ્યાં ચોરતત્વો સામે આઇપીસી કલમ 454, 457 , 380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.