ક્રાઇમ@સરસ્વતી: પરીણિતાને માર મારી દહેજની માંગણી કરતાં સાસરીયાઓ સામે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ કોરોનાકાળમાં સરસ્વતી તાલુકાના ગામે પરીણિતાને લોખંડથી પાઇપથી મારી દહેજની માંગણી કરનાર સાસરીયાઓ સામે ફરીયાદ નોંધાઇ છે. સરસ્વતી તાલુકાના ગામે પરીણિતાને તેના સાસરીયાઓએ અગાઉ દહેજની માંગ કરી માનસિક-શારીરિક ત્રાસ આપતાં હતા. જે બાદમાં તેને પગના ભાગે લોખંડની પાઇપ ફટકારતાં તેને ફ્રેક્રચર થયુ હતુ. જે બાદમાં પરીણિતાએ પોતાના સાસરીયાઓ સામે વાગદોડ પોલીસ
 
ક્રાઇમ@સરસ્વતી: પરીણિતાને માર મારી દહેજની માંગણી કરતાં સાસરીયાઓ સામે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોનાકાળમાં સરસ્વતી તાલુકાના ગામે પરીણિતાને લોખંડથી પાઇપથી મારી દહેજની માંગણી કરનાર સાસરીયાઓ સામે ફરીયાદ નોંધાઇ છે. સરસ્વતી તાલુકાના ગામે પરીણિતાને તેના સાસરીયાઓએ અગાઉ દહેજની માંગ કરી માનસિક-શારીરિક ત્રાસ આપતાં હતા. જે બાદમાં તેને પગના ભાગે લોખંડની પાઇપ ફટકારતાં તેને ફ્રેક્રચર થયુ હતુ. જે બાદમાં પરીણિતાએ પોતાના સાસરીયાઓ સામે વાગદોડ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના બેપાદર ગામે પરીણિતાને માર મારી ફ્રેકચર કરી દહેજ માંગનાર સાસરીયાઓ સામે ફરીયાદ દાખલ થઇ છે. મૂળ પાટણની યુવતિના લગ્ન બનાસકાંઠા જીલ્લાના થરા તાલુકાના સાંકરીયા ગામના પ્રહલાદભાઇ પટણી સાથે થયા હતા. લગ્ન બાદ સાસરીયાઓએ પરીણિતાને તારા બાપાના ઘરેથી કોઇ પૈસા, દરદાગીના લાવેલ નથી તેવું કહી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુ. જે બાદમાં પરીણિતા પતિ સાથે પાટણ રહેવા આવતી રહી હતી. આ દરમ્યાન કોરોના લોકડાઉન આવતાં પરીણિતાના સાસુ-સસરા અને દિયર બેપાદર મુકામે ભાગવી જમીન વાવતાં હોઇ પતિ પરીણિતાને ત્યાં લઇ ગયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તા.17-06-2020ના રોજ પરીણિતા બિમાર હોઇ સાસરીવાળા જોડે પૈસા માંગતાં માથાકૂટ થઇ હતી. જેમાં મહિલાના પતિ-સસરા અને દિયરે માર માર્યો હતો. આ સાથે મહિલાના પતિએ લોખંડની પાઇપ જમણાં પગ પર મારતાં ફેક્રચર થયુ હતુ. જેથી મહિલાને તાત્કાલિક પાટણ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ તરફ ત્રણ દિવસ દવાખાનામાં રહ્યાં બાદ મહિલાના કાકાસસરાના ઘરે લઇ જવાઇ હતી. જ્યાંથી મહિલાએ ફોન કરી પરિવારને જાણ કર્યા બાદ તે પાટણ પિયરમાં આવી હતી. ઘટનાને લઇ મહિલાએ સાસરીયાઓ સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ સામે આઇપીસી 325, 498A, 323, 294(b), 506(2), 114, જીપીએ 135 અને દહેજ પ્રતિબંધક અધિનિયમની કલમ 3, 7 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. પ્રહલાદભાઇ સેંધાભાઇ પટણી
  2. સેંધાભાઇ ધનજીભાઇ પટણી
  3. જ્યોત્સનાબેન સેંધાભાઇ પટણી
  4. સંજયભાઇ સેંધાભાઇ પટણી, તમામ રહે. ગામ-બેપાદર, તા.સરસ્વતી, જી. પાટણ (મૂળ રહે.સાંકરીયા, તા.થરા, જી.બનાસકાંઠા)