ક્રાઇમ@શામળાજી: નકલી એસીબી અધિકારી બની રૂઆબ બતાવતાં શખ્સ સામે FIR

અટલ સમાચાર,શામળાજી કોરોના મહામારી વચ્ચે શામળાજીમાં એસજીએસટીના વેરા અધિકારીને નકલી એસીબી અધિકારીની ઓળખ આપી ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપનાર શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. સ્થાનિક શખ્શે વર્ના કારમાં પહોંચી એસીબી કર્મચારી તરીકે ઓળખ આપી તમે કરોડો રૂપિયાનો તોડ કરો છો કહી બિભસ્ત વર્તન કરી એસીબીમાં ફીટ કરી દેવાની ધમકી આપી માસીક હપ્તો બાંધી
 
ક્રાઇમ@શામળાજી: નકલી એસીબી અધિકારી બની રૂઆબ બતાવતાં શખ્સ સામે FIR

અટલ સમાચાર,શામળાજી

કોરોના મહામારી વચ્ચે શામળાજીમાં એસજીએસટીના વેરા અધિકારીને નકલી એસીબી અધિકારીની ઓળખ આપી ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપનાર શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. સ્થાનિક શખ્શે વર્ના કારમાં પહોંચી એસીબી કર્મચારી તરીકે ઓળખ આપી તમે કરોડો રૂપિયાનો તોડ કરો છો કહી બિભસ્ત વર્તન કરી એસીબીમાં ફીટ કરી દેવાની ધમકી આપી માસીક હપ્તો બાંધી આપવાની માંગ કરી હતી. જે મામલે વેરા અધિકારીએ આ વ્યક્તિ સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના શામળાજીમાં એસજીએસટી સ્ક્વોડમાં વેરા અધિકારી તરીકે ભાવિનભાઈ અક્ષયભાઈ ભટ્ટ (રહે,શાહીબાગ અમદાવાદ) ફરજ બજાવે છે. ગત દિવસે ભાવિનભાઇ તેમની ટીમ સાથે રતનપુર ચેકપોસ્ટ નજીક ઉભા રહી વાહનોમાં ભરેલ માલ-સામાનનો જીએસટી બિલનું ચેકીંગ કરી રહ્યા હતા. આ દરમ્યાન વર્ના કારમાં ભિલોડા તાલુકાના નવાગામનો અલ્પેશભાઈ શીવાભાઈ પટેલ નામનો શખ્સ આવી પહોંચ્યો હતો. જે બાદ તેણે પોતે એસીબી કર્મચારી તરીકે ઓળખ આપી વેરા અધિકારી ભાવિન ભટ્ટ અને તેમની સાથે રહેલા કર્મચારીઓને કોને પૂછીને વાહનો ચેકીંગ કરો છો ? હું અહીંનો સ્થાનિક છું અને વાહનચાલકો પાસેથી ચેકિંગના બહાના હેઠળ રૂપિયા ઉઘરાવો છો, કરોડો રૂપિયાનો તોડ કરો છો ? ની બુમો પાડી ગાળાગાળી કરી અને ફોટા પાડી રોફ જમાવ્યો હતો.

આ દરમ્યાન આ શખ્સે પોતે એસીબીમાં ફરજ બજાવતો હોવાનું જણાવી એસીબીમાં ફિટ કરી દેવાની ધમકી આપી માસિક હપ્તા પેટે રૂપિયા આપવા પડશે. અને ખોટા કેસમાં ભેળવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા વેરા અધિકારી ચોંકી ઉઠ્યા હતા. જેને લઇ ભાવિનભાઇએ સ્થાનિક શખ્શની દાદાગીરી અને સરકારી ફરજમાં રૂકાવટ કરતા શામળાજી પોલીસને જાણ કરતા એસીબી કર્મચારી તરીકેની રૂઆબ છાંટતો અલ્પેશ પટેલ રફુચક્કર થઈ ગયો હતો. જે બાદમાં શામળાજી પોલીસે ભાવિનભાઈ અક્ષયભાઈ ભટ્ટ (વેરા અધિકારી શામળાજી એસજીએસટી સ્કોડ)ની ફરિયાદના આધારે અલ્પેશ શીવાભાઈ મોઢ પટેલ (રહે,નવાગામ-ભિલોડા) વિરુદ્ધ ઇપીકો કલમ-186,170,384,504,506(2) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.