ક્રાઇમ@શામળાજી: LCBએ કારનો પીછો કરી દારૂ સાથે 3 લાખનો મુદ્દામાલ ઝડપ્યો, ચાલક ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી કોરોનાકાળ વચ્ચે અરવલ્લી LCBએ શામળાજી પંથકમાંથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. અરવલ્લી LCBની ટીમ પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ કારને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે ચાલકે ગાડી ભગાવી મુકતાં LCBની ટીમે પણ તેનો પીછો કરી એક ગામ નજીકથી ઝડપી પાડી છે. કારમાં તપાસ કરતાં અંદરની વિદેશી દારૂનો જથ્થો મળી કુલ
 
ક્રાઇમ@શામળાજી: LCBએ કારનો પીછો કરી દારૂ સાથે 3 લાખનો મુદ્દામાલ ઝડપ્યો, ચાલક ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી

કોરોનાકાળ વચ્ચે અરવલ્લી LCBએ શામળાજી પંથકમાંથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. અરવલ્લી LCBની ટીમ પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ કારને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે ચાલકે ગાડી ભગાવી મુકતાં LCBની ટીમે પણ તેનો પીછો કરી એક ગામ નજીકથી ઝડપી પાડી છે. કારમાં તપાસ કરતાં અંદરની વિદેશી દારૂનો જથ્થો મળી કુલ કિ.રૂ.3,00,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI આર.કે.પરમારના માર્ગદર્શન હેઠળ ASI સરદારસિંહ, AHC ઇમરાનખાન, APC પ્રમોદચંદ્ર સહિતનો સ્ટાફ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન ઓડ તા.ભિલોડા તરફથી એક સ્વિફ્ટ કાર આવતાં તેને રોકવાનો ઇશારો કરતાં ચાલકે કાર ભગાવી રોડ પર મુકી ફરાર થઇ ગયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, LCBની ટીમે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતાં પંથકના બુટલેગરોમાં હડકંપ મચી ગયો છે. LCBએ કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-168 કિ.રૂ.1,00,800 અને કારની કિ.રૂ.2,00,000 મળી કુલ કિ.રૂ.3,00,800નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે ફરાર ઇસમ સામે શામળાજી પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવવા કવાયત હાથ ધરી છે.