ક્રાઇમ: સાવકા બાપે 11 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ, માતાએ કરી ફરીયાદ

અટલ સમાચાર, ડેસ્ક સુરત શહેરમાં સમાજને લજવતો કિસ્સો સામે આવ્યો છે. પિતા દ્વારા પોતાની 11 વર્ષની દીકરી સાથે એક વાર નહીં પણ અનેક વખત બળાત્કાર કર્યાની ઘટના સામે આવી છે. જોકે, માતાએ પિતા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પતિ છેલ્લા લાંબા સમયથી તેની 11 વર્ષની દીકરી સાથે બળાત્કાર ગુજારતો હતો. જોકે પતિનાં મૃત્યું બાદ
 
ક્રાઇમ: સાવકા બાપે 11 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ, માતાએ કરી ફરીયાદ

અટલ સમાચાર, ડેસ્ક

સુરત શહેરમાં સમાજને લજવતો કિસ્સો સામે આવ્યો છે. પિતા દ્વારા પોતાની 11 વર્ષની દીકરી સાથે એક વાર નહીં પણ અનેક વખત બળાત્કાર કર્યાની ઘટના સામે આવી છે. જોકે, માતાએ પિતા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પતિ છેલ્લા લાંબા સમયથી તેની 11 વર્ષની દીકરી સાથે બળાત્કાર ગુજારતો હતો. જોકે પતિનાં મૃત્યું બાદ આ મહિલાએ બીજા યુવક સાથે લગ્ન કાર્યા હતા.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સુરતનાં સલાબતપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પતિ છેલ્લા લાંબા સમયથી તેની 11 વર્ષની દીકરી સાથે બળાત્કાર ગુજારતો હતો. જોકે પતિનાં મૃત્યું બાદ આ મહિલાએ બીજા યુવક સાથે લગ્ન કાર્યા હતા. આ મહિલા કામ અર્થે બહાર ગઈ હતી અને પછી આવી ત્યારે તેનો પતિ કઢંગી હાલતમાં જોવા માંડ્યો હતો. જોકે, તેને પતિ પર શંકા જતા પોતાની 11 વર્ષની દીકરીને બોલાવી સમજાવી અને તેને બધી વાત પૂછી હતી. જે બાદ દીકરીએ પિતા દુષ્કર્મ આચરતો હોવાની વાત સ્વીકારી હતી. જે સાંભળીને માતાનાં પગ નીચેથી જમીન ખસી ગઇ હતી.

જોકે, વધુ પૂછતાં દીકરીએ જણાવ્યું હતું કે, આ પહેલા પણ બે વખત આવી રીતે પિતાએ દુષ્કર્મ કર્યું હતું. આ સાંભળીને માતા તાતકાલિક પોતાની દીકરીને લઈને સાલબતપુરા પોલીસ મથકે પોંહચીને પોતાના પતિ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જોકે, ફરિયાદનાં આધારે પોલીસે બાળકીનું મેડિકલ ચેકઅપ શરુ કરી આ મામલે તપાસ શરુ કરી છે.