ક્રાઇમ@સુઈગામ: કિશોરીની ઓઢણી ખેંચી અપમાનિત કરી, 5 વિરુદ્ધ ફરિયાદ

અટલ સમાચાર, સૂઇગામ (દશરથ ઠાકોર) કોરોના મહામારી વચ્ચે વાવ તાલુકાના ગામ યુવતીની છેડતી થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટના ને લઇ પીડિતા એ આરોપીઓ સામે છેડતી અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાવી છે. પાંચ આરોપીઓએ ભેગા મળી યુવતીની છેડતી કરી ગાળો બોલી જાતિ અપમાનિત બોલી ધક્કા મારી જાન થી મારી ધમકી આપતાં ખળભળાટ મચી ગયો છે.
 
ક્રાઇમ@સુઈગામ: કિશોરીની ઓઢણી ખેંચી અપમાનિત કરી, 5 વિરુદ્ધ ફરિયાદ

અટલ સમાચાર, સૂઇગામ  (દશરથ ઠાકોર)

કોરોના મહામારી વચ્ચે વાવ તાલુકાના ગામ યુવતીની છેડતી થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટના ને લઇ પીડિતા એ આરોપીઓ સામે છેડતી અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાવી છે. પાંચ આરોપીઓએ ભેગા મળી યુવતીની છેડતી કરી ગાળો બોલી જાતિ અપમાનિત બોલી ધક્કા મારી જાન થી મારી ધમકી આપતાં ખળભળાટ મચી ગયો છે.

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના લાલપુરા ગામની એક યુવતી ને માડકા ગામના બે યુવક અને ત્રણ લાલપુરા ગામના સહિત પાંચયે ભેગા મળીને છેડતી કરી હતી. સાથે જાતિ અપમાનિત બોલી ધક્કા મારી જાન થી મારી ધમકી આપતાં યુવતી એ તેના માં બાપને જાણ કર્યા બાદ પોલીસ ફરિયાદ કરી છે.

આરોપીઓ યુવતી અભ્યાસ માટે તીર્થગામ જતી હોવાથી માડકા ગામના બે યુવકો તુષાર દાના પારેગી, શ્યામ લક્ષમણ પારેગી દલિત જ્યારે આ યુવતી નો હાથ પકડી ને બીભત્સ માંગણી કરી અને એક આરોપીએ ઓઢણી ખેંચી ત્યારે હેબતાઈ ગયેલી યુવતીએ ધરે આવીને તેની માતા અને બહેનને જન કરી હતી. જેથી યુવતીએ બે વિરુદ્ધ છેડતી અને બીજા ત્રણના વિરુદ્ધ એટ્રોસીટની ફરિયાદ દાખલ કરાવી છે. ઘટનાને લઇ નાયબ પોલીસ અધિક્ષક થરાદ,પાલનપુર થી લાલપુરા ખાતે આવી પોહચ્યાં હતા અને તપાસ નો ધમધમાટ ચાલુ કરતા આરોપીઓ ભુર્ગભમાં ઉતરી ગયા હતા. જેને લઇ પોલીસે આરોપીઓ સામે IPC કલમ 354(ડી),506(2),114 એટ્રોસીટી એકમ 3(1)Rs, 3(2)(5)Aપોસકો એકટ કલમ 12,17 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ઘરી છે.

કોની સામે ફરિયાદ નોંધાઇ ?

તુષારભાઇ દાનાભાઇ પારેગી દલિત
શ્યામભાઇ લક્ષણમભાઇ પારેગી દલિત
બને રહે માડકા તા,વાવ.
ચિરાગભાઇ અંબારામભાઇ ઠાકોર
અંબારામભાઇ માધુભાઇ ઠાકોર
ભરતભાઇ વાલાભાઇ ઠાકોર
આ ત્રણેય રહે,લાલપુરા તા.વાવ.