ક્રાઇમ@સુરત: ATM તોડ્યા વગર ગાયબ થયા 24 લાખ, સીસીટીવી આધારે તપાસ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી અને વરસાદી વાતાવરણ વચ્ચે સુરતમાં એટીએમ તોડ્યા વગર જ ચોવીસ લાખ રૂપિયા ગાયબ થવાની ચોંકાવનારી ઘટના બની છે, જેને પગલે બેન્ક અધિકારીઓની સાથે પોલોસ પણ દોડતી થઈ ગઈ છે. કોઈ વ્યક્તિ પાસે એટીએમનો પિન નંબર હોય તો આવું થવું શક્ય છે, ત્યારે પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી તપાસ શરૂ કરી છે. બેંકના
 
ક્રાઇમ@સુરત: ATM તોડ્યા વગર ગાયબ થયા 24 લાખ, સીસીટીવી આધારે તપાસ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી અને વરસાદી વાતાવરણ વચ્ચે સુરતમાં એટીએમ તોડ્યા વગર જ ચોવીસ લાખ રૂપિયા ગાયબ થવાની ચોંકાવનારી ઘટના બની છે, જેને પગલે બેન્ક અધિકારીઓની સાથે પોલોસ પણ દોડતી થઈ ગઈ છે. કોઈ વ્યક્તિ પાસે એટીએમનો પિન નંબર હોય તો આવું થવું શક્ય છે, ત્યારે પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી તપાસ શરૂ કરી છે. બેંકના એટીએમમાંથી રૂપિયા 24 લાખ જેટલી માતબર રકમ ગાયબ થઈ ગઈ છે. એટીએમને તોડ્યા વગર આ ચોરી કરવામાં આવી છે. પીન નંબરથી ATM ખોલી ચોરી કરી હોવાની પોલીસને શંકા ઉપજી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના અડાજણ ચાર રસ્તા પાસે ટાઈટેનિયમ સ્કેવર બિલ્ડીંગમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બાજુમાં જ બેંકનું ATM મશીનમાંથી અચાનક રૂપિયા નીકળતાં બંધ થઈ ગયા હતાં. મંગળવારે સવારે બેંકના મેનેજરે તપાસ કરી તો ખબર પડી કે બેંકમાં રૂપિયા હોવાનું તો દેખાઈ રહ્યું છે, પરંતુ રૂપિયા નીકળી રહ્યા નથી. જેથી એટીએમ ખોલી તપાસ કરતાં કોઈએ રૂપિયા કાઢી લીધા હોય તેવું જણાઈ રહ્યું હતું. જોકે એટીએમને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવ્યું ન હતું. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ડીસીપી ઝોન 4 ડીસીપી પ્રશાંત સુબેને તેઓએ જણાવ્યું કે, ATM મશીનમાં શનિવારે રૂપિયા નાંખવામાં આવ્યા હતાં, તે સમયે એટીએમમાં 40,00,000 રૂપિયા હતાં.

સમગ્ર ઘટનાને લઇ પોલીસે CCTVની તપાસ કરી તો ગત 23મી ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યા ને 38 મિનીટે એક વ્યક્તિ એટીએમ રૂમમાં પ્રવેશે છે. આ વ્યક્તિએ રેઈનકોટ પહેર્યો છે, સાથે જ તેનું મોઢું ન દેખાય તે માટે માથા પર છત્રી રાખી હોય છે. માત્ર છથી સાત મિનીટમાં તે બહાર નીકળી જાય છે. આ જ વ્યક્તિ ATM ને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર રૂપિયા લઈ જાય તેવું દેખાય રહ્યું છે. આ વ્યક્તિના ગયા બાદ એટીએમમાંથી રૂપિયા નીકળવાનું બંધ થઈ ગયું ત્યારે એ વાતનો ખ્યાલ આવ્યો કે કોઈએ એટીએમમાંથી લાખો રૂપિયાની ચોરી કરી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, બેંકના ATMની તપાસ દરમિયાન 24 લાખથી વધુની મતા હિસાબમાં ઓછી દેખાતી હતી. બેંકના મેનેજરની ફરિયાદ લઈ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે, એટીએમ તોડ્યા વગર રૂપિયા કાઢવામાં આવ્યા છે, જેથી કોઈ જાનભેદુએ જ રૂપિયા કાઢી લીધા હોય તે શક્ય છે. ત્યારે લોકોના નિવેદનો અને સીસીટીવી ફુટેજના આધારે આરોપી સુધી પહોંચવા પોલીસે કામગીરી શરૂ કરી છે.