ક્રાઇમ@સુરત: કોઝવે સર્કલ પાસે છૂટક MD ડ્રગ્સ વેચતું દંપતી ઝડપાયું

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સુરતમાં એમ.ડી.ડ્રગ્સ વેચતું દંપતી ઝડપાયું છે. રાંદેરના કોઝવે સર્કલ નજીક રાજુનગરમાં એસ.ઓ.જીએ પતરાના છતવાળા એક મકાનમાં છાપો મારી છૂટક એમડી.ડ્રગ્સ વેચતા દંપતીને રૂ..45 હજારની મત્તાના 9 ગ્રામ એમડી.ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. તેમની પુછપરછના આધારે એસ.ઓ.જીએ ડ્રગ્સ વેચવા આપનાર ભરૂચી ભાગળ ઝુપડપટ્ટીના યુવાનને પણ ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.
 
ક્રાઇમ@સુરત: કોઝવે સર્કલ પાસે છૂટક MD ડ્રગ્સ વેચતું દંપતી ઝડપાયું

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સુરતમાં એમ.ડી.ડ્રગ્સ વેચતું દંપતી ઝડપાયું છે. રાંદેરના કોઝવે સર્કલ નજીક રાજુનગરમાં એસ.ઓ.જીએ પતરાના છતવાળા એક મકાનમાં છાપો મારી છૂટક એમડી.ડ્રગ્સ વેચતા દંપતીને રૂ..45 હજારની મત્તાના 9 ગ્રામ એમડી.ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. તેમની પુછપરછના આધારે એસ.ઓ.જીએ ડ્રગ્સ વેચવા આપનાર ભરૂચી ભાગળ ઝુપડપટ્ટીના યુવાનને પણ ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં લાંબા સમય થી નશા માટે પદાર્થ નું ખુલે આમ વેચાણ થાય છે ત્યારે આ મામલે પોલીસ ને હકીકત મળી હતી કે રાંદેર કોઝવે સર્કલ રાજુનગર પ્લોટ નં.27/331 માં પતરાના છતવાળા એક મકાનમાં એમ.ડી.ડ્રગ્સનું છૂટક વેચાણ કરવામાં આવે છે. બાતમીના આધારે ગતરોજ પોલીસે છાપો મારતા અહીંયા મોહમદસલીમ મોહમદસફી મેમણ અને તેની પત્ની જોહરાબીબી પોલીસે ઝડપી લીધા હતા. એસ.ઓ.જીએ તેમની પાસેથી રૂ.45 હજારની કિંમતનું 9 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.65 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અગાઉ હત્યાના પ્રયાસ, ચોરીના ગુનામાં ઝડપાયેલા મોહમદસલીમ અને તેની પત્નીની પુછપરછ કરતા એમ.ડી.ડ્રગ્સનો જથ્થો તેમને રાંદેરની ભરૃચી ભાગળ ઝૂંપડપટ્ટીમાં રહેતો આલમજેબ ઉર્ફે આલમ ગોલ્ડન મોહમદ અયૂબ ઉર્ફે મગરુ શેખ આપી ગયો હોવાની કબૂલાત કરતા એસ.ઓ.જીએ તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.

બાતમીના આધારે રાંદેર પીપરડીવાળા સ્કુલ પાસેથી રૂ. 4.78 લાખની કિંમતના 95.6 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે બે યુવાન સરફરાજ ઇકબાલ પટેલ ઁઅને ગુલામ ઉર્ફે લાલા બરકતખાન જીલાની ને ઝડપી લીધા હતા. અગાઉ જીમ ટ્રેઈનર રહી ચૂકેલો સરફરાજ મૂળ મુંબઈના અને નાનપુરામાં રહેતા ગુલામ ઉર્ફે લાલાને મુંબઈ મોકલી ડ્રગ્સ મંગાવી અહીં વેચતો હતો.