ક્રાઇમ@સુરતઃ ગેમ રમવાના પિતાએ પૈસા ના આપ્યા તો દિકરાએ ચાકુના ઘા માર્યા

અટલ સમાચાર, ડેસ્ક શહેરમાં એકે એવી વિચિત્ર ઘટના સમયે આવી આવી છે જે જાણીને ભલભલાના રૂવાંડા ઊભા થઈ જશે. ડ્રાઇવર તરીકે કામ કરતા પિતાનો મજૂરી કરતો પુત્ર એ ગેઇમ રમવા બાબતે પિતા પાસે રૂપિયા માંગતો હતો જ્યારે પિતાએ રૂપિયા આપવાનીના પાડી દેતા આવેશમાં આવેલા પુત્રએ પિતા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેમાં પિતાને ગંભીર
 
ક્રાઇમ@સુરતઃ ગેમ રમવાના પિતાએ પૈસા ના આપ્યા તો દિકરાએ ચાકુના ઘા માર્યા

અટલ સમાચાર, ડેસ્ક

શહેરમાં એકે એવી વિચિત્ર ઘટના સમયે આવી આવી છે જે જાણીને ભલભલાના રૂવાંડા ઊભા થઈ જશે. ડ્રાઇવર તરીકે કામ કરતા પિતાનો મજૂરી કરતો પુત્ર એ ગેઇમ રમવા બાબતે પિતા પાસે રૂપિયા માંગતો હતો જ્યારે પિતાએ રૂપિયા આપવાનીના પાડી દેતા આવેશમાં આવેલા પુત્રએ પિતા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેમાં પિતાને ગંભીર ઇજા પહોંચી હતી. જોકે લોકોનું ટોળું એકત્ર થઈ જતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી પુત્ર ફરાર થઈ જતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

સુરતના લીંબાયત વિસ્તારની એક એવી ઘટના સામે આવી છે તે જાણીને ભલભલા છ્ક થઈ જાય. મૂળ ભરૂચના જંબુસરના મોદરા ગામના વતની અને સુરતમાં લીંબાયત મહાનગરપાલિકાની સ્કૂલની સામે જવાહર મહોલ્લો પ્લોટ નં.1 માં પત્ની દરિયાબેન અને મજૂરીકામ કરતા બે પુત્ર અનિલ-ઉમેશ સાથે રહેતા 52 વર્ષીય ભાઈલાલભાઈ કારાભાઇ માળી ડ્રાઇવર તરીકે કામ કરે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગતરાત્રે 8 વાગ્યે તેમનો નાનો પુત્ર ઉમેશ આવ્યો હતો અને પ્રતિબંધિત પબજી (PUBG) ગેઇમ રમવા પૈસા માંગ્યા હતા. ભાઈલાલભાઈએ પૈસા આપવાની ના પાડતા ઉમેશે ઝઘડો કર્યો હતો અને ક્યાંકથી ચપ્પુ લાવી ભાઈલાલભાઈના શરીરે અને માથામાં બે ઘા ઝીંકી દીધા હતા.

તે સમયે મોટા પુત્ર અનિલે વચ્ચે પડી છોડાવતા ભાઈલાલભાઈ બચી ગયા હતા. આજુબાજુના લોકો બનાવને લીધે એકત્ર થતા ઉમેશ પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યો હતો. ભાઈલાલભાઈએ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ પુત્ર વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં મારામારીની ફરિયાદ નોંધાવી હતી જોકે પોલીસે ફરિયાદ ના આધારે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.