ક્રાઇમ@સુરતઃ કોરોના સંકટ વચ્ચે જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા

અટલ સમાચાર, ડેસ્ક સુરતમા એકબાજુ સતત કોરોનાનો વ્યાપ દિવસે દિવસે વધતાં જાય છે. આ સાથે હત્યાના બનાવો પણ કોરોના સંકટ વચ્ચે સુરતના ડીંડોલી પોલીસ મથક વિસ્તારમાં બન્યો છે. અહીં અજલા નામના બુટલેગર પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદમાં હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. હુમલા બાદ અજલાને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર
 
ક્રાઇમ@સુરતઃ કોરોના સંકટ વચ્ચે જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમા એકબાજુ સતત કોરોનાનો વ્યાપ દિવસે દિવસે વધતાં જાય છે. આ સાથે હત્યાના બનાવો પણ કોરોના સંકટ વચ્ચે સુરતના ડીંડોલી પોલીસ મથક વિસ્તારમાં બન્યો છે. અહીં અજલા નામના બુટલેગર પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદમાં હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. હુમલા બાદ અજલાને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી પ્રમાણે ધીરજ વાણી, અમોલ બારી અને વાલ્મિકી ઉર્ફે ગાવડીએ અજલો ઉર્ફે અજય અર્ફે અરુણ પટેલ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. અજલાને ગળાના ભાગે અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ પ્રહારો કરવામાં આવ્યા હતા. હુમલા બાદ અજલો ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદમાં તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હૉસ્પિટલ ખાતે તબીબોએ અજલાને મૃત જાહેર કર્યો હતો.

આ મામલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. આ હત્યા દારૂના ધંધામાં કરવામાં આવી છે કે કોઈ અન્ય કારણ છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક અજલા વિરુદ્ધ ડીંડોલી પોલીસ મથકમાં પ્રોહિબિશનના અનેક ગુના નોંધાયેલા છે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે નવ વાગ્યાના સુમારે ડીંડોલી મધુરમ સર્કર તરફ જતા રોડ પર અજય ઉર્ફે અજલો ઉર્ફે અરુણ પટેલની ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. અજલાને ચપ્પુના પાંચથી છ જેટલા ઘા મારી દેવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે અજયનું નામ પોલીસ મથકે બુટલેગર તરીકે નોંધાયેલું છે.