ક્રાઇમ@સુરત: ઓઇલના વેપારી પાસેથી 4.50 લાખની લાંચ લેતા જમાદાર અને વચેટિયો ઝબ્બે

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ રેન્જ આઇજી કર્મચારી લાંચકાંડ બહાર આવ્યા બાદ ગતરોજ જિલ્લા પોલીસના આર.આર.સેલના જમાદાર મહાદેવ સેવાઇકર અને એક વચેટિયો પીપોદરામાં એક ઓઇલ વેપારી પાસેથી 4.50 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. પીપોદરા વિસ્તારમાં વેપારી ઇન્ડસ્ટ્રીયલ ઓઈલનો વેપાર કરે છે. જિલ્લા પોલીસની આર આર સેલમાં પહેલા ફરજ બજાવતા જમાદાર મહાદેવ સેવાઇકર અને વિપુલ
 
ક્રાઇમ@સુરત: ઓઇલના વેપારી પાસેથી 4.50 લાખની લાંચ લેતા જમાદાર અને વચેટિયો ઝબ્બે

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ રેન્જ આઇજી કર્મચારી લાંચકાંડ બહાર આવ્યા બાદ ગતરોજ જિલ્લા પોલીસના આર.આર.સેલના જમાદાર મહાદેવ સેવાઇકર અને એક વચેટિયો પીપોદરામાં એક ઓઇલ વેપારી પાસેથી 4.50 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. પીપોદરા વિસ્તારમાં વેપારી ઇન્ડસ્ટ્રીયલ ઓઈલનો વેપાર કરે છે. જિલ્લા પોલીસની આર આર સેલમાં પહેલા ફરજ બજાવતા જમાદાર મહાદેવ સેવાઇકર અને વિપુલ બલર નામનો વચેટિયો અને અન્ય એક પોલીસવાળો વેપારી પાસે ગયા હતા અને ધંધો કરવા માટે 4.50 રૂપિયાની માંગણી કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ દરમિયાન વેપારીએ તેમને સમજાવ્યું હતુ કે, તેઓ ઓઈલનો કાયદેસરનો વેપાર કરે છે. છતાં જમાદાર અને વચેટિયો માન્યા ન હતા. વચેટિયાએ વેપારીને ફોન પણ કર્યા હતા. તેથી વેપારીએ એન્ટી કરપ્શનની અમદાવાદ કચેરીને ફરિયાદ કરતા ત્યાંથી ટીમ આવી હતી. ગુરૂવારે કિમ-પીપોદરામાં વચેટિયા વિપુલ બલરની ઓફિસમાં વેપારી લાંચના 4.50 લાખ આપવા આવ્યો ત્યારે એસીબીની ટીમે વિપુલને ઝડપી પાડ્યો હતો. આ જ સમયે મહાદેવ પણ આ‌વી જતા એસીબીએ તેને પણ પકડી લીધો હતો. એસીબીએ મહાદેવ સેવાઈ, વિપુલ બલર અને અન્ય એક પોલીસવાળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. વિપુલ કેમિકલનો વેપાર કરે છે.

ઉલ્લેખનીય છે કે 30 જાન્યુઆરીના રોજ મહાદેવ અને અન્ય પોલીસવાળાઓએ ઓઇલના વેપારીને ત્યાં બોગસ રેડ કરી હતી. જે તે સમયે તેઓએ વેપારીની એવું કહ્યું હતુ કે, ધંધો કરવો હોય તો દર મહિને 4.50 લાખ રૂપિયા વિપુલને આપવા પડશે. ઓઇલના વેપારીને વચેટિયા અને પોલીસવાળાએ એવું પણ જણાવ્યું હતું કે, આ રૂપિયા ઉપરવાળા અધિકારીઓને પણ આપવાના હોય છે. આ કેસમાં અન્ય એક વેપારીની પણ સંડોવણી ખુલતા એસીબીએ તેને વોન્ટેડ જાહેર કર્યો છે.