ક્રાઇમ@સુરત: 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી ફરાર થયેલો નરાધમ UPથી ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે સુરતના સચિન જી.આઈ.ડી.સી.વિસ્તારમાં 8 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારી ફરાર થઇ જનારા નરાધમને પોલીસે આગ્રાથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લાગી હતી અને આખરે પોલીસને આરોપીને પકડવામાં સફળતા મળી છે જોકે પોલીસ ગતરોજ આરોપી સુરત ખાતે લઇ આવી છે અને તેના વિરૂદ્ધ
 
ક્રાઇમ@સુરત: 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી ફરાર થયેલો નરાધમ UPથી ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે સુરતના સચિન જી.આઈ.ડી.સી.વિસ્તારમાં 8 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારી ફરાર થઇ જનારા નરાધમને પોલીસે આગ્રાથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લાગી હતી અને આખરે પોલીસને આરોપીને પકડવામાં સફળતા મળી છે જોકે પોલીસ ગતરોજ આરોપી સુરત ખાતે લઇ આવી છે અને તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેની મેડિકલ સાથે કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી પણ પોલીસ કરવાની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના સચિન જી.આઈ.ડી.સી. વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે. પાંચેક દિવસ અગાઉ શ્રમજીવી પરિવારની સાથે સુતેલી 8 વર્ષીય બાળકીને નરાધમ યુવક રાત્રીના સમયે ઉપાડી ગયો હતો અને ઝંડી ઝાખરામાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં ત્યાં જ કડક્ડતી ઠંડીમાં તેને મૂકી ફરાર થઇ ગયો હતો. બીજા દિવસે સવારે બાળકી નહી મળતા પોલીસને પરિવારજનોએ જાણ કરી હતી અને પોલીસે બાળકીને શોધવા ટીમો કામે લગાડી હતી. આ દરમ્યાન એક ચાની લારી ચલાવતા ઈસમને બાળકી મળી હતી અને તેણે પોલીસને જાણ કરી હતી. બાળકીના કપડા પર લોહીના ડાઘા હતા જેથી બાળકી સાથે દુષ્કર્મ થયાની આંશકા ગયી હતી અને આખરે બાળકીનું મેડીકલ પરીક્ષણ કરાવતા બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પોલીસેને તપાસ દરમ્યાન સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા. જ્યાં એક ઇસમ શંકાસ્પદ હાલતમાં દેખાયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્યાં આવેલા તમામ કારખાનામાં તપાસ કરી હતી. દરમ્યાન એક કારીગર ફરાર હોવાની માહિતી મળી હતી. પોલીસે ફરાર યુવકનો મોબાઈલ નબર શોધી કાઢ્યો હતો અને તેના આધારે પોલીસે આરોપીને આગ્રા ખાતે આવેલા રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીનું નામ પૂછતાં તેણે પોતાનું નામ મુકેશ બુધઈ સાહ જણાવ્યું હતું. અને તે મૂળ બિહારના પીપરહિયા ગામનો વતની છે. ગતરોજ સુરત ની સચિન જીઆઇડીસી પોલીસે આરોપીને સુરત ખાતે લઇ આવી તેની કાયદેસરની દાહરપક્ડ બતાવી આજે તેની મેડિકલ સાથે કોર્ટમાં રજુ કરી રિમાંડની માંગણીની કાર્યવાહી હાથ ધરી છે