ક્રાઇમ@સુરત: સગાઈ ન થતાં યુવતીના બિભત્સ ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર મૂક્યાં, યુવક ઝબ્બે 

અટલ સમાચાર,ડેસ્ક એક તરફી પ્રેમમાં પાગલ યુવાને રાંદેર વિસ્તારની યુવતીના ઇન્સ્ટાગ્રામ પર બે ફેક એકાઉન્ટ બનાવી તેની બહેનને બિભત્સ મેસેજ કર્યા હતા. જેથી યુવતીએ આ મામલે સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટનામાં તપાસ હાથ ધરી બિભત્સ મેસેજ કરનાર આણંદના એન્જીનીયર યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અટલ સમાચાર
 
ક્રાઇમ@સુરત: સગાઈ ન થતાં યુવતીના બિભત્સ ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર મૂક્યાં, યુવક ઝબ્બે 
અટલ સમાચાર,ડેસ્ક
એક તરફી પ્રેમમાં પાગલ યુવાને રાંદેર વિસ્તારની યુવતીના ઇન્સ્ટાગ્રામ પર બે ફેક એકાઉન્ટ બનાવી તેની બહેનને બિભત્સ મેસેજ કર્યા હતા. જેથી યુવતીએ આ મામલે સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટનામાં તપાસ હાથ ધરી બિભત્સ મેસેજ કરનાર આણંદના એન્જીનીયર યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના રાંદેર રોડની યુવતીના બે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેની બહેનને બિભત્સ મેસેજ કરનાર આણંદના એન્જીનીયર યુવાનની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે.યુવતી સાથે સગાઈ નહીં થતા અને તેણે વાતચીત બંધ કરી દેતા એકતરફી પ્રેમમાં પાગલ યુવાને કારસ્તાન કર્યું હતું. સુરતના રાંદેર રોડ વિસ્તારની યુવતીના બે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બાદમાં તેની બહેનને બિભત્સ મેસેજ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં એક યુવાનના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી તેમાં યુવતી અને તેની જેની સાથે લગ્ન માટે વાત ચાલતી હતી તેનો એડીટ કરેલો ફોટો પણ મુકાયો હતો. આ બધું જેની સાથે લગ્ન માટે વાત ચાલતી હતી તે યુવાનની સૂચનાથી કર્યું હોવાનો મેસેજ પણ યુવતીની બહેનને કરવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અરજી કરતા તેનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરાયું હતું.
સૂત્રોએ જણાવ્યુ હતુકે, છેવટે 8 દિવસ અગાઉ યુવતીએ સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં સાયબર ક્રાઇમ પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે ડીજીટલ માર્કેટીંગનું કામ કરતા રાજ રમેશભાઈ લોઢીયાની ધરપકડ કરી હતી. પોલીસે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનીયર રાજની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ ઉપર તેનો સુરતની યુવતી સાથે પરિચય થયો હતો અને બાદમાં તેઓ એક જ સમાજના હોય અને એકબીજાને પસંદ કરતા હોય પરિવારજનો સાથે વાત કરી સગાઈ માટેની વાત પણ થઈ હતી. પરંતુ કોઈક કારણોસર સગાઈ ન થતા યુવતીએ વાતચીત બંધ કરી દીધી હતી. આથી યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ રાજે યુવતીના બે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેની બહેનને બિભત્સ મેસેજ કર્યા હતા.