ક્રાઇમ@સુરતઃ ધોળેદિવસે માથાભારે શખ્સની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઇ

અટલ સમાચાર, ડેસ્ક સુરતના પાંડેસરા વિસ્તારમાં આશિષ નગર ખાતે રહેતા અને જમીન વિવાદોમાં સંડોવાયેલ રાજન રાજેશ સિંગ રાજપૂતઆમ તો પોતાના વિસ્તારમાં માથાભારે ઈસમની છાપ ધરાવતો હોય અને ગેરકાયદેસર જમીની પર કબજા બાબતે અનેક લોકો સાથે ભૂતકાળમાં માથાફૂટ થઈ ચુકી છે. ત્યારે આ ઈસમ આજે પાંડેસરાના પાંડેસરા ડી-માર્ટની બાજુમાં આવેલ મોહનનગરમાં હતો તે સમયે ચારથી પાંચ
 
ક્રાઇમ@સુરતઃ ધોળેદિવસે માથાભારે શખ્સની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઇ

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના પાંડેસરા વિસ્તારમાં આશિષ નગર ખાતે રહેતા અને જમીન વિવાદોમાં સંડોવાયેલ રાજન રાજેશ સિંગ રાજપૂતઆમ તો પોતાના વિસ્તારમાં માથાભારે ઈસમની છાપ ધરાવતો હોય અને ગેરકાયદેસર જમીની પર કબજા બાબતે અનેક લોકો સાથે ભૂતકાળમાં માથાફૂટ થઈ ચુકી છે. ત્યારે આ ઈસમ આજે પાંડેસરાના પાંડેસરા ડી-માર્ટની બાજુમાં આવેલ મોહનનગરમાં હતો તે સમયે ચારથી પાંચ જેટલા ઈસમો ત્યાં આવી પહોંચ્યા હતા અને જુના જમીન વિવાદને ને લઈને તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની જાહેરમાં નિર્મમ હત્યા કરી ત્યાંથી ભાગી છૂટ્યાં હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે આ ઈસમની હત્યાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બીજી બાજુ હત્યાની જાણકારી મળતા પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઈ હતી અને તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર પહોંચીને આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે મરનાર ઈસમ માથાભારે હોવાથી તેની હત્યા અંગત અદાવતમાં કે જમીન વિવાદમાં થઈ હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.

જોકે મરનાર ઈસમ માથાભારે હોવાથી તેની હત્યા અંગત અદાવતમાં કે જમીન વિવાદમાં થઈ હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે