ક્રાઇમ@સુરત: વ્યાજ વસુલવા તાલીબાની સજા આપી યુવકની હત્યા, ફાઇનાન્સર સહિત 4 ઝબ્બે

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે વરાછા રોડ પર બે દિવસ પહેલા એક યુવાની લાશ મળી આવી હતી. આ યુવાનના શરીર પર ઇજાના નિશાન મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ કરતા મારનાર યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી માટે આવેલા યુવાનોએ માર મારતા યુવાનને ગંભીર ઇજા થતા મોત થયું હતું. આ મામલે વરાછા પોલીસે
 
ક્રાઇમ@સુરત: વ્યાજ વસુલવા તાલીબાની સજા આપી યુવકની હત્યા, ફાઇનાન્સર સહિત 4 ઝબ્બે

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે વરાછા રોડ પર બે દિવસ પહેલા એક યુવાની લાશ મળી આવી હતી. આ યુવાનના શરીર પર ઇજાના નિશાન મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ કરતા મારનાર યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી માટે આવેલા યુવાનોએ માર મારતા યુવાનને ગંભીર ઇજા થતા મોત થયું હતું. આ મામલે વરાછા પોલીસે ફાઇનાન્સર સહિત તેના 3 મળતિયા સાથે ચાર લોકોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં ફાઇનાન્સર ધનરાજ પૈસા વસુલવા માટે લોકોને તાલીબાની સજા આપતો હતો. અને મારનાર વ્યક્તિ સાથે પણ આ જ પ્રકારનું કૃત્ય આચર્યું હોવાની વિગતો સામે આવતાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા સરિતા એપાર્ટમેન્ટમાં રહેતો અને અશ્વનીકુમાર ખાતે સ્મશાન ખાતે બાળકોની દફન વિધિ માટે કબર ખોદવાનું કામ કરતા વિજયને આજથી બે દિવસ પહેલા કેટલાક લોકોએ માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાની જણકારી મળતા વિજયનો પરિવાર તાત્કાલિક દોડી આવીને વિજયને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વિજયને તબીબે મૃત જાહેર કર્યો હતો.

સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ કરતાં મરનાર વિજયને વરાછાના ભાવની સર્કલ નજીક આવેલ ધનરાજ માછી નામના વ્યાજનો વેપાર કરતા ફાઇનાન્સરે તેના તેના સાગરીતો પાસથી રૂપિયા 20 હજાર વ્યાજે લીધા હતા, તેની ઉઘરાણી મામલે ધનરાજે ભાવેશ, ગિરીશ અને શાકર સાથે મળીને માર મારવામાં આવ્યો હતો. આ યુવાનની હત્યા મામલે પોલીસે વ્યાજખોર ધનરાજ સાથે તેના સાગરિકોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ફાયનાન્સર ધનરાજ પૈસા વસુલવા માટે લોકોને તાલીબાની સજા આપતો હતો. પૈસા વસુલવા માટે જેતે વ્યક્તિને હાથકડી પહેરાવીને માર મારતો હતો. તાલીબાની સજા પેટે હાથ-પગ પર પેટ્રોલ નાખી તેને સળગાવવાનો પણ પ્રયાસ કરતો હતો. અને મારનાર સાથે પણ આ પ્રકારનું કૃત્યુ આચર્યું હોવાની વિગતો સામે આવતાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.