ક્રાઈમ@સુરત: યુવકને હનીટ્રેપમાં ફસાવી 25 લાખની કરી માંગ, મહિલાની ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સુરત શહેરમાં મેડિકલમાં નોકરી કરતા યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાની ઘટના સામે આવી છે. જેમાં મહિલાએ યુવક સાથે મિત્રતા કરી તેને અન્ય મહિલા સાથે શારીરીક સંબધ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. બાદમાં યુવકને બ્યુટીપાર્લરમાં બોલાવી જબરદસ્તી ગોંધી રાખી 25 લાખની માંગ કરી હતી. આ મામલે મહિલાએ ખુદ પોલીસને બોલાવી યુવકને બ્લેકમેઈલ
 
ક્રાઈમ@સુરત: યુવકને હનીટ્રેપમાં ફસાવી 25 લાખની કરી માંગ, મહિલાની ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરત શહેરમાં મેડિકલમાં નોકરી કરતા યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાની ઘટના સામે આવી છે. જેમાં મહિલાએ યુવક સાથે મિત્રતા કરી તેને અન્ય મહિલા સાથે શારીરીક સંબધ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો.  બાદમાં યુવકને બ્યુટીપાર્લરમાં બોલાવી જબરદસ્તી ગોંધી રાખી 25 લાખની માંગ કરી હતી. આ મામલે મહિલાએ ખુદ પોલીસને બોલાવી યુવકને બ્લેકમેઈલ કરવાની કોશીષ કરી હતી. જેથી પોલીસે બન્ને પક્ષના નિવેદન આધારે ત્રણ મહિલા વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરત શહેરના પુણા સિલ્વર ચોક પાસે શિક્ષાપત્રી એવન્યુમાં રહેતો યુવક પ્રવિણ રામાણી પરવત પાટીયા શંખેશ્વર કોમ્પ્લેક્ષ ખાતે નોબલ ફાર્મસીમાં નોકરી કરે છે. 20 થી 25 દિવસ અગાઉ તેની દુકાને અજાણી મહિલા ફેશવોશ ક્રીમ લેવા આવી હતી. પરંતુ દુકાનમાં સ્ટોકમાં ન હોય તે મહિલાએ પ્રવિણને લલચાવી પોતાનો મોબાઈલ નંબર આપી પોતાનુ નામ સુમન ઉર્ફે હંસીકા રાજપૂત તરીકે આપ્યુ હતુ.  ત્યાર બાદ ક્રીમ સ્ટોકમાં આવતાં પ્રવિણે ફોન કરતા સુમનને બોલાવી હતી. વાતચીતમાં સુમને કહ્યુ હતુ કે, મહિલાઓ સાથે શરીર સુખ માણવું હોય તો મારો સંપર્ક કરજો. જેથી યુવક પુણા ભૈયાનગર સારથી હાઈટ્સ સ્થિત હંસમોર બ્યુટીસેન્ટરમાં ગયો હતો. જ્યાં તેને સુમન સહિત અન્ય ત્રણ મહિલાએ ગોંધી રાખી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ યુવકને બ્લેકમેઈલ કરવા પોલીસને જાણ કરી ઘટના સ્થળે બોલાવી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સુમન નામની મહિલાએ યુવક પાસેથી 25 લાખની માંગણી કરી હતી. પરંતુ યુવકે 25 લાખ રૂપીયા આપવાની મનાઈ કરતાં સુમન સહિત બીજી મહિલાઓએ પોલીસને જાણ કરી દીધી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ દરમ્યાન બાકીની 2 મહિલાઓ પોલીસ આવે તે પહેલા જ સ્થળેથી ચાલી ગઈ હતી. પોલીસે બન્નેના નિવેદન સાંભળ્યા બાદ પ્રવિણની ફરિયાદ આધારે સુમન ઉર્ફે હંસીકા રવિભાઈ ચંદ્રપાલસિંઘ કુસવાહાની અટકાયત કરી તેની સાથેની અન્ય 2 મહીલા વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.