ક્રાઇમ@સુરેન્દ્રનગર: જમાઇએ સાસરિયામા જઇને, સાળી-સસરાને છરીના ઘા મારી પતાવી દીધા

અટલ સમાચાર, ડેસ્ક સુરેન્દ્રનગરમાં એક હચમચાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. મીનાબેન ચાવડાના લગ્ન મૂળી ખાતે રહેતા હિતેશભાઈ ભરતભાઈ કોરડીયા સાથે થયા હતા. લગ્ન બાદ મીનાબેન અને હિતેશ વચ્ચે સતત ઝઘડા થતા હોવાથી મીનાબેન છેલ્લા છ મહિનાથી પોતાના પિતાના ઘરે એટલે કે રસોડી ગામ ખાતે રહેતા હતા. મંગળવારે હિતેશ બે છરી સાથે તેના સસરાના
 
ક્રાઇમ@સુરેન્દ્રનગર: જમાઇએ સાસરિયામા જઇને, સાળી-સસરાને છરીના ઘા મારી પતાવી દીધા

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગરમાં એક હચમચાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. મીનાબેન ચાવડાના લગ્ન મૂળી ખાતે રહેતા હિતેશભાઈ ભરતભાઈ કોરડીયા સાથે થયા હતા. લગ્ન બાદ મીનાબેન અને હિતેશ વચ્ચે સતત ઝઘડા થતા હોવાથી મીનાબેન છેલ્લા છ મહિનાથી પોતાના પિતાના ઘરે એટલે કે રસોડી ગામ ખાતે રહેતા હતા. મંગળવારે હિતેશ બે છરી સાથે તેના સસરાના સરોડી ગામ ખાતે પહોંચી હતો અને સાસરિયાના લોકો પર આડેધડ હુમલો કર્યો હતો. જેમાં હિતેશની સાળીનું ઘટનાસ્થળે અને સસરાનું સારવાર દરમિયાન મોત થયું છે.

સુરેન્દ્રનગરના થાનના સરોડી ગામના મીનાબેન ચાવડાના લગ્ન મૂળી ખાતે રહેતા હિતેશભાઈ ભરતભાઈ કોરડીયા સાથે થયા હતા. હુમલામાં સોનલબેન દામજીભાઇ ચાવડા (ઉં.વ. 22) અને દામજીભાઇ હરીભાઇ ચાવડાનું મોત થયું હતું. હિતેશે તેના સસરાના પેટના ભાગે છરી માટે દેતા તેમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઇ જવાયા હતા. સારવાર દરમિયાન સસરાનું મોત થયું હતું. આ ઘટનામાં આરોપીએ સાળા, પત્ની અને સાસુને પણ ઈજા પહોંચાડી હતી. તમામને સારવાર માટે વાંકાનેર ખાતે સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં આરોપી પોતે પણ ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યું હતુ કે, ખુલ્લી છરી સાથે ગામમાં પહોંચેલો જમાઈ હત્યાકાંડને અંજામ આપ્યા બાદ તેના સસરાના ઘરમાં જ પુરાઈ ગયો હતો. જે બાદમાં ગામના લોકોએ પોલીસને બોલાવી હતી. ગામમાં ખેલાયેલા ખૂની ખેલને પગલે ગામના લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. જો પોલીસ સમયસર પહોંચી ન હોત તો ગુસ્સે ભરાયેલા લોકો આરોપીનું ઢીમ ઢાળી દેતા. પોલીસ પહોંચી ત્યારે પણ ગામના લોકોએ આરોપીને તેમના હવાલે કરી દેવાની માંગણી કરીને પોલીસને ઘેરાવ કર્યો હતો. ગામના લોકોએ આરોપી જે બાઇક લઈને ગામમાં આવ્યો હતો તે બાઇકને સળગાવી દીધું હતું. આ કેસમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ન હોત તો ગામમાં આનાથી પણ મોટો હત્યાકાંડ થઈ જતો હતો. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, આરોપીની સારવાર બાદ પૂછપરછ કરવામાં આવશે. આરોપીએ શા માટે હત્યાકાંડને અંજામ આપ્યો સહિતની પૂછપરછ કરવામાં આવશે.