ક્રાઇમ@થરાઃ ખેતરમાં ત્રાટકી LCB, દારૂની બોટલો સાથે ઇસમ ઝબ્બે, 3 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ.પાલનપુર કોરોનાકાળ વચ્ચે પાલનપુર LCBની ટીમે થરામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્થાનિક ઇસમો પોતાના ખેતરના રહેણાંક છાપરામાં દારૂ ભરી રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતાં LCBએ કાર્યવાહી કરી હતી. ગઇકાલ રાત્રીના સમયે ચોક્કસ બાતમી આધારે પંચોને સાથે રાખી પાલનપુર LCBની ટીમે ખેતરમાં છાપરામાંથી 54,000નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ
 
ક્રાઇમ@થરાઃ ખેતરમાં ત્રાટકી LCB, દારૂની બોટલો સાથે ઇસમ ઝબ્બે, 3 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ.પાલનપુર

કોરોનાકાળ વચ્ચે પાલનપુર LCBની ટીમે થરામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્થાનિક ઇસમો પોતાના ખેતરના રહેણાંક છાપરામાં દારૂ ભરી રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતાં LCBએ કાર્યવાહી કરી હતી. ગઇકાલ રાત્રીના સમયે ચોક્કસ બાતમી આધારે પંચોને સાથે રાખી પાલનપુર LCBની ટીમે ખેતરમાં છાપરામાંથી 54,000નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે ઇસમ ઝડપાઇ ગયો તો અન્ય ઇસમ હાજર ન હોઇ તેની શોધખોળ હોથ ધરાઇ છે.

બનાસકાંઠા જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના અપાયેલ છે. જે અનુસંધાને પો.કો. કિસ્મતજી નટવરજી, હેડ.કો. વદુજી જેસળજી, ધરમેન્દ્રસિંહ નાનુભા, પો.કો. જયપાલસિંહ સજુભા તથા પો.કો. ભરતભાઇ લાલજીભાઇ સહિતના પોલીસ સ્ટાફના માણસો થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન જયપાલસીંહને ખાનગી રાહે બાતમી મળેલ કે ખારીયા ગામે પીન્ટુભા ઉર્ફે શ્રવનસિંહ કનુભા વાઘેલા પોતાના ખેતરના છાપરામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ કરે છે. જેથી ચોક્કસ બાતમી હોઇ તાત્કાલિક રેઇડ કરી વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યું હતુ કે, પાલનપુર LCBની ટીમ કોરોનાકાળમાં પણ દારૂ બાબતે સક્રિય રહેતા પંથકમાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.પાલનપુર LCBએ ખારીયા ગામના ખેતરમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-108 કિં.રૂ. 54,000નો મુદામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે સ્થળ પરથી દીલીપસિંહ ઉર્ફે દીગુભા કનુભા વાઘેલાને ઝડપી પાડ્યો છે આ સાથે ફરાર પીન્ટુભા ઉર્ફે શ્રવનસિંહ કનુભા વાઘેલા અને દારૂનો જથ્થો ભરી આપનાર સીધ્ધરાજસિંહ ગાંડુભા વાઘેલાની શોઘખોળ હાથ ધરી ત્રણેય સામે થરા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે. થરા પોલીસે ત્રણેય ઇસમો સામે પોહિબિશન એક્ટની કલમ 65(a), 65(e), 116-B, 81 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.