ક્રાઇમ@થરાદ: સામાન્ય બાબતે ઇસમે આધેડને લોખંડની પાઇપથી ફટકાર્યા, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, થરાદ થરાદ પંથકમાં નજીવી બાબતે આધેડને એક ઇસમે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે આધેડ પોતાના પરિવાર સાથે ગામના બસ સ્ટેશન નજીક પોતાની ચાની કીટલી પાસે પુત્ર-પુત્રી સાથે ઉભા હતા. આ દરમ્યાન ગામના એક ઇસમે આવીને કહેલ કે, તુ મારી સમાજમાં કેમ ખોટી વાતો કરે છે. તેમ કહી ગાળાગાળી
 
ક્રાઇમ@થરાદ: સામાન્ય બાબતે ઇસમે આધેડને લોખંડની પાઇપથી ફટકાર્યા, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, થરાદ

થરાદ પંથકમાં નજીવી બાબતે આધેડને એક ઇસમે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે આધેડ પોતાના પરિવાર સાથે ગામના બસ સ્ટેશન નજીક પોતાની ચાની કીટલી પાસે પુત્ર-પુત્રી સાથે ઉભા હતા. આ દરમ્યાન ગામના એક ઇસમે આવીને કહેલ કે, તુ મારી સમાજમાં કેમ ખોટી વાતો કરે છે. તેમ કહી ગાળાગાળી કરી લોખંડની પાઇપ વડે પગે મારતાં ફરીયાદી નીચે પડી ગયા હતા. જે બાદમાં તેમના દીકરો અને દીકરી વચ્ચે પડતાં આરોપીએ જતાં જતાં કહેલ કે, હવે પછી મારી સમાજમાં કોઇ ખોટી વાત કરીશ તો જાનથી મારી નાંખીશ. જેને લઇ ફરીયાદીએ આરોપી ઇસમ સામે થરાદ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના રાહ ગામે આધેડને ગામના જ ઇસમે સામાન્ય બાબતે માર માર્યો હોવાની ફરીયાદ નોંધાઇ છે. રાહ ગામના નેમાજી પ્રજાપતિ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે બપોરના સમયે તેઓ પોતાના દીકરા-દીકરી સાથે રાહ બસસ્ટેન્ડ પાસે પોતાની ચાની કીટલી પાસે હાજર હતા. આ દરમ્યાન ગામના છગનભાઇ પ્રજાપતિએ આવીને કહેલ કે, તુ કેમ મારી સમાજમાં ખોટી વાતો કરે છે ? જેથી ફરીયાદીએ હું કોઇ ખોટી વાત કરતો નથી. આ તરફ આરોપીએ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને માર માર્યો હોવાની ફરીયાદ નોંધાઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, નજીવી બાબતે ગામના ઇસમે આધેડને પગના ભાગે લોખંડની પાઇપ ફટકારતાં તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. જેથી તેમને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે થરાદ સરકારી દવાખાને ખસેડાયા હતા. ઘટના વખતે આરોપીએ ફરીયાદીને કહેલ કે, આજે તો તમારા સંતાનો વચ્ચે આવી ગયા છે. જો હવે મારી સમાજમાં ખોટી વાતો કરીતો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ તરફ નેમાજીએ આરોપી સામે થરાદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આઇપીસીની કલમ 323, 294(b), 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીનું નામ

  • છગનભાઇ પ્રભુજી પ્રજાપતિ, ગામ-રાહ, તા.થરાદ, જી.બનાસકાંઠા