ક્રાઇમઃ અમેરિકામાં મહેસાણાના બે પાટીદાર યુવકોની હત્યા

અટલ સમાચાર, ડેસ્ક અમેરિકામાં સાઉથ કેરોલીના સ્ટેટના ડેન્માર્ક શહેરમાં મુળ મહેસાણાના વતની બે પાટીદાર યુવકોની લૂંટના ઈરાદે હત્યા થઈ છે. અમેરિકાના સમય મુજબ ગુરુવારે રાત્રે 10.41PM એ જ્યારે બંને યુવકો સ્ટોર્સમાં ડ્યુટી ઉપર હતા ત્યારે અજાણ્યા શખ્સોએ આવીને લૂંટના ઈરાદે હત્યા કરી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ડેન્માર્કમાં જે યુવાનોની હત્યા થઈ
 
ક્રાઇમઃ અમેરિકામાં મહેસાણાના બે પાટીદાર યુવકોની હત્યા

અટલ સમાચાર, ડેસ્ક

અમેરિકામાં સાઉથ કેરોલીના સ્ટેટના ડેન્માર્ક શહેરમાં મુળ મહેસાણાના વતની બે પાટીદાર યુવકોની લૂંટના ઈરાદે હત્યા થઈ છે. અમેરિકાના સમય મુજબ ગુરુવારે રાત્રે 10.41PM એ જ્યારે બંને યુવકો સ્ટોર્સમાં ડ્યુટી ઉપર હતા ત્યારે અજાણ્યા શખ્સોએ આવીને લૂંટના ઈરાદે હત્યા કરી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

ડેન્માર્કમાં જે યુવાનોની હત્યા થઈ છે તે બંને મુળ મહેસાણાના વતની છે. જેમના નામ કિરણ પટેલ અને ચિરાગ પટેલ હતા. હાલમાંડેન્માર્ક પોલીસે હત્યાના આરોપીઓનો પકડવાં તજવીજ હાથ ધરી છે. ગુરુવારે મોડી રાતે લૂંટના ઈરાદાથી ડેન્માર્કમાં સ્ટોર્સમાં કામ કરતા બે ગુજરાતી યુવાનોની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. હેરીટેજ હાઈવે ઉપર આવેલા આ પોબોયસ સ્ટોર્સમાં બંને યુવાનો કામ કરતા હતા. સ્ટોર્સમાં રાતના 10.40ના આ હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

ક્રાઇમઃ અમેરિકામાં મહેસાણાના બે પાટીદાર યુવકોની હત્યા
file photo

મોડી રાતે સ્ટોર્સ ઉપર કામ કરી રહ્યા હતા ત્યારે ઘટના ઘટી હતી. પોબોય નામના સ્ટોર્સમાં બંને કામ કરતા હતા. આસપાડોશના લોકોનું કહેવું છે કે, આવી ફાયરિંગની ઘટના ખરેખર ચિંતનીય છે. સ્થાનિક પોલીસ પણ આ ઘટનાની તપાસ યુધ્ધાના ધોરણે શરૂ કરી છે.