ક્રાઇમ@ઊંઝા: અદાવત રાખી યુવકને પેટમાં છરી મારતાં ગંભીર ઇજાઓ, ઇસમ સામે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા ઊંઝા તાલુકાના ગામે અગાઉની અદાવતમાં યુવકને છરી મારતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. આરોપીની બહેન સાથે ફરીયાદીને પ્રેમસંબંધ હોઇ અગાઉ ભાગી ગયો હતો. જે બાદમાં આરોપીએ યુવક સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે જેલમાં મોકલી આપ્યા બાદ યુવક જામીન પર બહાર આવ્યો હતો. આ તરફ ગત દિવસોએ
 
ક્રાઇમ@ઊંઝા: અદાવત રાખી યુવકને પેટમાં છરી મારતાં ગંભીર ઇજાઓ, ઇસમ સામે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા

ઊંઝા તાલુકાના ગામે અગાઉની અદાવતમાં યુવકને છરી મારતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. આરોપીની બહેન સાથે ફરીયાદીને પ્રેમસંબંધ હોઇ અગાઉ ભાગી ગયો હતો. જે બાદમાં આરોપીએ યુવક સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે જેલમાં મોકલી આપ્યા બાદ યુવક જામીન પર બહાર આવ્યો હતો. આ તરફ ગત દિવસોએ મોડીરાત્રે આરોપીએ કારમાં આવી યુવકને પેટમાં છરીના ઘા મારી દેતાં ચકચાર મચી ગઇ છે. ઘટના બાદ યુવકને સારવાર અર્થે ખસેડાયા બાદ આજે તેને આરોપી સામે પોલીસ ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામે અદાવતમાં યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. ઉનાવાના કુરેશીવાસમાં રહેતો જુનેદમીયાં કુરેશીએ અગાઉ 6 મહિના અગાઉ સિધ્ધપુરના એક ગામના મહંમદહનીફની સગીર બહેન સાથે ભાગી ગયો હતો. જે બાદમાં મહંમદહનીફે જુનેદમીયાં વિરૂધ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધાવતાં પોલીસે તેને ઝડપી સબજેલમાં મોકલી આપ્યો હતો. જોકે 70 દિવસ જેલમાં રહ્યાં બાદ કોર્ટે જામીન આપતાં જુનેદમીયાં બહાર આવ્યો હોઇ 20 જાન્યુઆરીએ મિત્ર સાથે ઉનાવામાં હવેલી નામની જગ્યાએ બેસવા ગયો હતો.

આ દરમ્યાન મહંમદહનીફ સૈયદ ફોરવ્હીલ કાર લઇને આવી કંઇપણ બોલ્યાં વગર ફરીયાદીને છરીનો ઘા મારી દીધો હતો. જોકે આરોપી બીજો ઘા મારે તે પહેલાં જ ફરીયાદીના મિત્રએ તેનો હાથ પકડી બુમાબુમ કરી હતી. આ તરફ લોકો દોડી આવતાં આરોપી ઇસમ ફરાર થઇ ગયો હતો. જે બાદમાં ફરીયાદી યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બાદ આજે તેની તબિયત સુધારા પર હોઇ ફરીયાદ નોંધાવી છે. ઉનાવા પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 324, 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીનું નામ

  • મહંમદહનીફ મહંમદફારૂક સૈયદ