ક્રાઇમ@ઊંઝા: નકલી પોલીસ બની વૃધ્ધ પાસેથી સોનાનું કડું-વીંટી લઇ ઇસમો ફરાર

અટલ સમાચાર, ઊંઝા કોરોના મહામારી વચ્ચે ઊંઝામાં પોલીસ તરીકે ઓળખાણ આપી બે શખ્સો વૃધ્ધની નજર ચુકવી અને સોનાનું કડુ અને વીંટી લઇ ફરાર થઇ જવાની ઘટના સામે આવી છે. ગઇકાલે સવારે વૃધ્ધ મંદીરે પૂજા કરી ઘરે પરત ફરતાં દરમ્યાન બે શખ્સો મોઢા ઉપર માસ્ક બાંધેલી હાલતમાં આવી અને પોલીસ તરીકે ઓળખાણ આપી છેતરપિંડી કરતાં ચકચાર
 
ક્રાઇમ@ઊંઝા: નકલી પોલીસ બની વૃધ્ધ પાસેથી સોનાનું કડું-વીંટી લઇ ઇસમો ફરાર

અટલ સમાચાર, ઊંઝા

કોરોના મહામારી વચ્ચે ઊંઝામાં પોલીસ તરીકે ઓળખાણ આપી બે શખ્સો વૃધ્ધની નજર ચુકવી અને સોનાનું કડુ અને વીંટી લઇ ફરાર થઇ જવાની ઘટના સામે આવી છે. ગઇકાલે સવારે વૃધ્ધ મંદીરે પૂજા કરી ઘરે પરત ફરતાં દરમ્યાન બે શખ્સો મોઢા ઉપર માસ્ક બાંધેલી હાલતમાં આવી અને પોલીસ તરીકે ઓળખાણ આપી છેતરપિંડી કરતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ વૃધ્ધે ઊંઝા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ઊંઝામાં ગઇકાલે વહેલી સવારે છેતરપિંડીની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેરની મધુકુંજ સોસાયટીમાં રહેતાં બિપીનભાઇ રમણલાલ ચોક્સી સવારે પૂજા કરી મંદીરથી ઘર તરફ જઇ રહ્યા હતા. આ દરમ્યાન ભરતનગર નાળા તરફ જવાના રસ્તા પર મોઢા ઉપર માસ્ક બાંધેલી હાલતમાં બાઇક લઇ બે શખ્સો તેમની પાસે આવ્યા હતા. શખ્સોખે વૃધ્ધને તમે પંડીત છો કહી પગે પડીને કહેલ કે અમો પોલીસવાળા છીએ તમે હાથમાં સોનાનું કડુ તથા વીંટી પહેરાય નહી પોલીસનો કાયદો છે તેમ કહી કાઢી નહીતર પાંચ હજારનો દંડ થશે.

આ દરમ્યાન વૃધ્ધે તેમના હાથમાં પહેરેલું સોનાનું કડુ આશરે કિ.રૂ. 35,000 અને હિરા જડેલી સોનાની વીંટી કિ.રૂ.10,000 મળી કુલ કિ.રૂ 45,000નુ હાથમાંથી નીકાળી પૂજાની થેલીમાં મુકી દીધુ હતુ. જે પછી આ ઇસમો બાઇક લઇ મહિલા કોલેજ રોડ તરફ જતા રહ્યા હતા. જોકે વૃધ્ધે ઘરે આવી થેલી જોતાં અંદર મુકેલ સોનાનુ કડુ અને હિરા જડેલી વીંટી નહી મળતાં ચોંકી ઉઠ્યા હતા. જેને લઇ તેમને ઊંઝા પોલીસ મથકે અજાણ્યા ઇસમો સામે ફરીયાદ નોંધાવી છે. ઊંઝા પોલીસે અજાણ્યા ઇસમો સામે આઇપીસીની કલમ 419, 170, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.