ક્રાઇમ@વડોદરા: સગીરાને ઝાડીમાં લઇ જઇ સામુહિક દુષ્કર્મ આચરી બે શખ્સો ફરાર

અટલ સમાચાર, વડોદરા શહેરમાં એક સગીરા પર રાત્રીના સમયે બે યુવકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું છે. આ મામલે રાવપુરા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ગુરુવારે રાત્રે બનેલા આ બનાવ બાદ આરોપીને પકડવા માટે વડોદરા પોલીસની 10 ટીમો કામે લાગી છે. પીડિત સગીરા તેના મંગેતર સાથે નવલખી મેદાન ખાતે બેઠી હતી ત્યારે આરોપીઓ તેને ઢસડી ગયા હતા.
 
ક્રાઇમ@વડોદરા: સગીરાને ઝાડીમાં લઇ જઇ સામુહિક દુષ્કર્મ આચરી બે શખ્સો ફરાર

અટલ સમાચાર, વડોદરા

શહેરમાં એક સગીરા પર રાત્રીના સમયે બે યુવકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું છે. આ મામલે રાવપુરા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ગુરુવારે રાત્રે બનેલા આ બનાવ બાદ આરોપીને પકડવા માટે વડોદરા પોલીસની 10 ટીમો કામે લાગી છે. પીડિત સગીરા તેના મંગેતર સાથે નવલખી મેદાન ખાતે બેઠી હતી ત્યારે આરોપીઓ તેને ઢસડી ગયા હતા. જે બાદમાં ઝાડી વિસ્તારમાં બે લોકોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસના કહેવા પ્રમાણે આરોપીઓની ઉંમર 25-30 વર્ષ હોઈ શકે છે.

ક્રાઇમ@વડોદરા: સગીરાને ઝાડીમાં લઇ જઇ સામુહિક દુષ્કર્મ આચરી બે શખ્સો ફરાર

મળતી માહિતી પ્રમાણે વડોદરાના નવલખી મેદાન ખાતે ગુરુવારે રાત્રે એક સગીરા પર બે યુવકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે રાત્રે જ સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું. શુક્રવારે સવારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પ્રાથમિક તપાસ હાથધરી હતી. પોલીસે એફએસએલની ટીમની મદદ લઈને દુષ્કર્મ જે જગ્યાએ થયું હતું તે જગ્યા શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે.

નવલખી મેદાન ઝાડી-ઝાખરા વાળો વિસ્તાર હોવાથી અહીં ભૂતકાળમાં પણ યુવક-યુવતીઓને લઈને ગુનાઓ બન્યા છે. આ મામલે પોલીસે નવલખી મેદાન પહોંચીને સગીરા સાથે કઈ જગ્યાએ દુષ્કર્મ થયું હતું સહિતની વિગતો મેળવી હતી. મંગેતર સાથે બેઠેલી યુવતીને આરોપીઓ ઢસડી ગયા : કેસની વિગત જોઈએ તો ગુરુવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ એક સગીરા તેના મંગેતર સાથે બેઠી હતી. આ દરમિયાન ઝાડી વિસ્તારમાંથી બે યુવકો આવ્યા હતા. બંને યુવકોએ સગીરાના મંગેતરને માર માર્યો હતો અને સગીરાને ઝાડી વિસ્તારમાં ઢસડી ગયા હતા. અહીં વારાફરતી બંને યુવકોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

ફિયાન્સે ફોન કરીને પોલીસ બોલાવી : પોતાની વાગ્દત્તાને આરોપીઓ ઝાડી વિસ્તારમાં ઢસડી જતાં તેને મંગેતરે બૂમાબૂમ કરી હતી. આ ઉપરાંત પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને જાણ કરી હતી. જે બાદમાં આસપાસના લોકો અને પોલીસે સગીરાને શોધવા પ્રયાસો શરૂ કર્યા હતા. સગીરા મળી આવી ત્યારે તેના પર સામૂહિક દુષ્કર્મ થયાનું ખુલ્યું હતું. જે બાદમાં પોલીસે રાત્રે જ સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું. મેડિકલ પરીક્ષણમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ થયાનો ખુલાસો થયો છે.

આ મામલે ડીસીપી ઝોન 2 સંદીપ ચૌધરીએ મીડિયાને માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે બનાવ રાત્રે આઠ વાગ્યાની આસપાસ બન્યો હતો. પોલીસે આ મામલે પીડિતા અને તેના મંગેતરના વર્ણનના આધારે આરોપીના સ્કેચ તૈયાર કરી લીધા છે. આ ઉપરાંત સ્કેચને આધારે આરોપીની ઓળખ કરવા માટે પોલીસની 10 ટીમ કાર્યરત છે. આરોપીઓને ઝડપવા માટે એફએફએલની ટીમ અને ડૉગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી રહી છે. આ મામલે પોલીસે આરોપીઓ સામે 325, 363, 376 (2), 376D સહિત સંબધીત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.