ક્રાઇમ@વિસનગર: દહેજમાં 5 લાખ માંગી પરીણિતાને મારીને ઘરમાંથી તગેડી મુકી, 6 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર વિસનગર તાલુકાના ગામની પરીણિતાને સાસરીયાઓએ દહેજ માંગી ઘરમાંથી નીકાળી મુકતાં ફરીયાદ નોંધાઇ છે. વડનગર પંથકની યુવતિના લગ્ન થયા બાદ સાસરીયાઓ તેને સારૂ રાખતાં હતા. જોકે બાળકના જન્મ બાદ સાસરીવાળાઓ દહેજની માંગણી કરી પરીણિતાને ત્રાસ આપતાં હતા. આ સાથે સુરતમાં તબેલો બનાવવા 5 લાખ દહેજ સ્વરૂપે માંગતાં પરીણિતાના પિતાએ સમજાવટ કરતાં
 
ક્રાઇમ@વિસનગર: દહેજમાં 5 લાખ માંગી પરીણિતાને મારીને ઘરમાંથી તગેડી મુકી, 6 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર

વિસનગર તાલુકાના ગામની પરીણિતાને સાસરીયાઓએ દહેજ માંગી ઘરમાંથી નીકાળી મુકતાં ફરીયાદ નોંધાઇ છે. વડનગર પંથકની યુવતિના લગ્ન થયા બાદ સાસરીયાઓ તેને સારૂ રાખતાં હતા. જોકે બાળકના જન્મ બાદ સાસરીવાળાઓ દહેજની માંગણી કરી પરીણિતાને ત્રાસ આપતાં હતા. આ સાથે સુરતમાં તબેલો બનાવવા 5 લાખ દહેજ સ્વરૂપે માંગતાં પરીણિતાના પિતાએ સમજાવટ કરતાં મામલો થાળે પડ્યો હતો. જોકે ફરી એકવાર સાસરીવાળાએ દહેજની માંગ કરી પરીણિતાના પુત્રને છીનવી માર મારી ઘરમાંથી નીકાળી મુકતાં વિસનગર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના ગુંજા ગામે સાસરીયાઓએ પરીણિતા પાસે દહેજ માંગી ઘરમાંથી તગેડી મુકી હોવાની ફરીયાદ નોંધાઇ છે. ફરીયાદી મહિલાના લગ્ન ગુંજા ગામના મહેશભાઇ શંકરભાઇ ચૌધરી સાથે આઠ વર્ષ અગાઉ થયા હતા. જે બાદમાં શરૂઆતમાં સાસરીયાઓ તેને સારૂ રાખતાં હતા. જોકે બાળકના જન્મ બાદ સાસરીવાળાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુ. સાસરીયાઓને પરીણિતાને કહેલ કે, તુ તારા પિયરમાંથી કંઇ લાવી નથી જેથી અમારે સુરતમાં તબેલો બનાવવો તેથી તું 5,00,000 લાખ લઇ આવ. જોકે ફરીયાદીના પિતાને ખબર પડતાં મામલો થાળે પાડતાં પરીણિતાના સાસરીયામાં રહેવા લાગી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફરીયાદ મુજબ પરીણિતાનો પતિ 2 વર્ષ અગાઉ કોઇ અન્ય છોકરીને લઇ ઘર છોડીને ભાગી ગયો હતો. જોકે બાદમાં પરત આવ્યા બાદ પણ તે નહીં સુધરતાં દહેજની માંગ ચાલુ રાખી હતી. જેથી ફરીયાદીએ કહેલ કે, મારા પિતા પાસે આટલી મોટી રકમ નથી. આ તરફ ફરીયાદીનો પતિ અને તેના સાસુ-સસરા-દિયર ભેગા મળી મારઝુડ કરી હોવાનું લખાવ્યુ છે. જે બાદમાં ગાળો બોલી તેમના પુત્ર લઇ પરીણિતાને ધક્કો માર ઘરમાંથી કાઢી મુકતાં તેઓ પોતાના પિયર પહોંચ્યા હતા. જોકે અત્યાર સુધી સમાધાનના પ્રયાસ ચાલુ હોઇ પરંતુ ફરીયાદ મુજબ સાસરીયાઓ સમાધાનમાં ઉભા રહેતાં ન હોઇ આખરે પરીણિતાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે. વિસનગર તાલુકા પોલીસે તમામ આરોપીઓ સામે આઇપીસી કલમ 498A, 323, 504, 506(2) 114 અને દહેજ પ્રતિબંધક અધિનિયમ કલમ 4 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. મહેશભાઇ શંકરભાઇ ચૌધરી
  2. શંકરભાઇ માધુભાઇ ચૌધરી
  3. શાન્તાબેન શંકરભાઇ ચૌધરી
  4. દીલીપભાઇ શંકરભાઇ ચૌધરી
  5. હરીભાઇ ફુલાભાઇ ચૌધરી
  6. ગૌરવભાઇ ફુલાભાઇ ચૌધરી, તમામ રહે. ગુંજા, તા.વિસનગર, જી.મહેસાણા