ક્રાઇમ@વિસનગર: નજીવી બાબતે યુવકને માર મારી સોનાના દોરાની લૂંટ, ગુનો દાખલ

અટલ સમાચાર, વિસનગર વિસનગર શહેરમાં નજીવી બાબતે યુવકને માર મારી સોનાના દોરાની લૂંટ કરાઇ હોવાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. શહેરમાં રહેતાં ફરીયાદીના ઘર આગળ માટીનો ઢગલો પડેલ હોઇ તેનો નિકાલ કરવા છકડો બોલાવ્યો હતો. આ દરમ્યાન આરોપીએ ફરીયાદીને ગાળાગાળી કરી અને સોનાના દોરની લૂંટ કરી આ ઢગલો કેમ મને પુછ્યાં વગર ભરાવો છો ? તેમ
 
ક્રાઇમ@વિસનગર: નજીવી બાબતે યુવકને માર મારી સોનાના દોરાની લૂંટ, ગુનો દાખલ

અટલ સમાચાર, વિસનગર

વિસનગર શહેરમાં નજીવી બાબતે યુવકને માર મારી સોનાના દોરાની લૂંટ કરાઇ હોવાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. શહેરમાં રહેતાં ફરીયાદીના ઘર આગળ માટીનો ઢગલો પડેલ હોઇ તેનો નિકાલ કરવા છકડો બોલાવ્યો હતો. આ દરમ્યાન આરોપીએ ફરીયાદીને ગાળાગાળી કરી અને સોનાના દોરની લૂંટ કરી આ ઢગલો કેમ મને પુછ્યાં વગર ભરાવો છો ? તેમ કહી લોખંડની પાઇપ વડે માથાના ભાગે હુમલો કર્યો હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. ઘટનાને લઇ વિસનગર શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિસનગર શહેરમાં સામાન્ય બાબતે યુવક ઉપર હુમલો થયાની ઘટના સામે આવી છે. શહેરના ફતેહ દરવાજા પાસેના વણકરવાસમાં ભાવિક ચંદ્રકાન્ત પરમાર વેપાર કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગત 30-11-2020ના રોજ સવારે ભાવિકના ઘર આગળ માટીનો ઢગલો પડ્યો હોલ અવરજવરમાં તકલીફ પડતી હોઇ છકડો રીક્ષા બોલાવી રોડા તથા માટીનો ઢગલો દૂર કરવાની કવાયત હાથ ધરી હતી. આ તરફ ફરીયાદીના મહોલ્લાંના પરમાર નરેશભાઇ ભીખાભાઇએ કહેલ કે, આ ઢગલો મને પુછ્યાં વગર કેમ ભરાવે છે ? તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો બોલી ઝપાઝપી કરી ગળામાં પહેરેલ સોનાનો દોરો પેન્ડલ સાથે પટ્ટી ભાતનો આશરે અઢી તોલાનો કિ.રૂ.75,000નો લુંટ કરી નાસી ગયો હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે.

આ દરમ્યાન આરોપી નરેશભાઇ ફરી એકવાર પોતાના ઘરેથી હાથમાં લોખંડની પાઇપ લઇ આવી અને ફરીયાદીને માથાના ભાગે મારતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદમાં સ્થાનિકો સહિતના વચ્ચે પડતાં નરેશભાઇએ કહેલ કે, આજે તો તુ બચી ગયો છે હવે લાગ આવેથી તને જાનથી મારી નાંખીશ. આ તરફ ઇજાગ્રસ્ત યુવકને પ્રથમ વિસનગર સરકારી દવાખાને બાદમાં મહેસાણા સીવીલ અને છેલ્લે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જે બાદમાં તેમને સામાજીક રીતે સમાધાનની વાતો ચાલતી હોઇ સમાધાન નહીં થતાં ગઇકાલે તેમને આરોપી સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 394, 504, 506(2) અને જીપીએની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીનું નામ

  • નરેશભાઇ ભીખાભાઇ પરમાર, ગામ-વિસનગર,ફતેહ દરવાજા(વણકરવાસ) તા.વિસનગર, જી.મહેસાણા