ક્રાઇમ@વાંકાનેરઃ સાવ સામાન્ય બાબતમાં ભાભીની હત્યા કરનાર દિયરની પોલીસે ધરપકડ કરી

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે અનેક હત્યાના બનાવો સામે આવતાં હોય છે. વાંકાનેર તાલુકામાં હત્યાનો બનાવ બન્યો હતો જેમાં અગાભી પીપળીયા ગામે ઘરના નાના એવા કજીયામાં દિયરના હાથે ભાભીની માર મારીને હત્યા થઈ હતી. જેમાં પોલીસે આરોપી દિયરની ધરપકડ કરી છે. સાવ નજીવી બાબતોમાં દિયરે ભાભીને મારી મારીને અધમૂવી કરી નાખી હતી જેમાં તેનું
 
ક્રાઇમ@વાંકાનેરઃ સાવ સામાન્ય બાબતમાં ભાભીની હત્યા કરનાર દિયરની પોલીસે ધરપકડ કરી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે અનેક હત્યાના બનાવો સામે આવતાં હોય છે. વાંકાનેર તાલુકામાં હત્યાનો બનાવ બન્યો હતો જેમાં અગાભી પીપળીયા ગામે ઘરના નાના એવા કજીયામાં દિયરના હાથે ભાભીની માર મારીને હત્યા થઈ હતી. જેમાં પોલીસે આરોપી દિયરની ધરપકડ કરી છે. સાવ નજીવી બાબતોમાં દિયરે ભાભીને મારી મારીને અધમૂવી કરી નાખી હતી જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે ખૂની દિયરને દબોચી લેતા મામલો ઉકેલાયો છે.

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામના રહેવાસી જયંતી ધારશીભાઈ જખાણીયા (ઉ.વ.25) એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની નવી માંનો દીકરો મુકેશ અને તેની પત્ની હીરાબેન વચ્ચે ઝઘડો થયો હતો. પતિ-પત્નીના ઝઘડા બાદ હીરાબેને ફરિયાદી જયંતીના પત્ની મીનાબેન પાસે તેમના પતિ સાથે થયેલ ઝઘડાની વાત કરવા આવી હોય જે વાતનું આરોપીને સારું નહિ લાગતા આરોપી મુકેશ ધારશીએ મીનાબેનને ગાળો આપતા ગાળો બોલવાની ના પાડી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઉશ્કેરાઈ જઈને મીનાબેનને માર માર્યો હતો બાદમાં ઈજાગ્રસ્ત મીનાબેનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મીનાબેનનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. જે બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મુકેશ સામે હત્યાનો ગુન્હો નોંધ્યો હતો જેમાં વાંકાનેર તાલુકા પોલીસે હત્યા નિપજાવનાર આરોપી દિયર મુકેશ ઝાંખનિયાની ધરપકડ કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.